મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

સેફહાઉસમાંથી 50 કિલો સોનું લઈને ભાગી ગયો નિરવ મોદીનો સાવકો ભાઈ નેહલ !!

મુંબઈ :પીએનબી કૌભાંડમાં સંડોવાયેલ નીરવ મોદી દેશમાંથી ફરાર થઇ ગયો છે તેવામાં તેનો સાવકો ભાઈ પણ ઠગાઈ કરીને ભાગી ગયો છે. નિરવ મોદીનો ભાઈ એક સેફ હાઉસમાંથી 50 કિલોનું સોનું લઈને ગાયબ થઈ ગયો છે.એવું માનવામાં આવી રહ્યું છે કે CBIએ પીએનબી કૌભાંડમાં નિરવ મોદી સામે કેસ દાખલ કર્યાનું માલુમ પડતાની સાથે જ તે ગાયબ થઈ ગયો હતો. તપાસ અધિકારીઓ મુજબ નેહલ જે ઘરેણા લઈને ફરાર થઈ ગયો તેને એક રીટેલ આઉટલેટમાં વેચવા માટે રાખવામાં આવ્યાં હતાં..

    સૂત્રો મુજબ પંજાબ નેશનલ બેંકના કૌભાંડનો જેવો જ ભાંડો ફૂટ્યો કે નેહલને લાગ્યું કે તપાસ એજન્સીઓ દુબઈ સુધી પણ પહોંચી શકે છે. તેવામાં તે ઘરેણાં લઈને સુરક્ષિત સ્થળે ભાગી ગયો છે.મેહુલ ચોક્સીની એક કંપની ગીતાંજલિ જેમ્સ સાથે નેહલ જોડાયેલો હતો. પંજાબ નેશનલ બેંકના કૌભાંડ મામલે સીબીઆઈએ નેહલને આરોપી નથી બનાવ્યો.પરંતુ સૂત્રો મુજબ મની લોન્ડ્રિંગ મામલામાં ઈડીએ નેહલની ભૂમિકા હોવાનું પણ જણાવ્યું હતું.

    ઈડીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં નેહલ સહિત 24 આરોપીના નામ સામેલ હતાં. પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલે એક કેસ દાખલ થયાના કેટલાક દિવસો પહેલાં નીરવનો આખો પરિવાર ભારતથીં ભાગી ગયો હતો.

  નિરવ મોદીએ નેહલને પંજાબ નેશનલ બેંક સાથે વાતચીત કરવા માટે મોકલ્યો હતો જેથી કરીને પૈસાની ચૂકવણી માટે થોડો સમય મળી શકે. નેહલે પંજાબ નેશનલ બેંક પાસે વધુ લોનની માગણી કરી હતી જેથી પહેલેથી બાકી પૈસા ચૂકવી શકાય. આ દરમિયાન તેણે વિદેશી રોકાણ અને આગામી આપીઓ દ્વારા ચૂકવણી કરવાનો વાદો કર્યો હતો

(2:05 pm IST)