દક્ષિણ ગોવાના સમુદ્રકાંઠે બોયફ્રેન્ડની સામે જ ત્રણ શખ્સોએ પ્રેમિકા ઉપર ગેંગરેપ કર્યો
સેર્નાબતિમ બીચ પર બનાવ :કપડાં ઉતરાવ્યા -તસવીરો ખેંચી પૈસા માંગ્યા બાદમાં દુષ્કર્મ ગુજાર્યું
પણજીઃ ગોવામાં શરમજનક બનાવ બન્યો છે દક્ષિણ ગોવાના સમુદ્રકાંઠે બોયફ્રેન્ડની સામે જ ત્રણ શખ્સોએ છોકરીનો ગેંગરેપ કર્યો હોવાનું બહાર આવ્યું છે ગુરુવારે રાત્રે ગોવાના સેર્નાબતિમ બીચ પર આ ઘટના ઘટી હતી. હજુ સુધી બળાત્કારીઓની ઓળખ નથી થઈ શકી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ આરોપીઓએ પ્રેમી યુગલને બીચ પર રોક્યું હતું અને કપલનાં કપડાં ઉતરાવ્યાં હતાં.તેમની નગ્ન હાલતમાં તસવીરો ખેંચી રૂપિયા માંગ્યા હતા. બાદમાં ત્રણેય નરાધમોએ તેના પ્રેમીની સામે જ પ્રેમિકા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની ઉંમર 20 વર્ષની જણાવવામાં આવી રહી છે.
દક્ષિણ ગોવાના પોલીસ અધિક્ષક અરવિંદ ગ્વાસે કહ્યું કે ગેંગરેપની ફરિયાદ નોંધી પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે અને હવે રિપોર્ટ આવે તેટલી વાર છે. પોલીસે જણાવ્યા મુજબ આ કેસ મામલે કેટલાય સંદિગ્ધોની પૂછપરછ કરવામાં આવી છે પણ હજુ સુધીમાં કોઈની પણ ધરપકડ કરાઈ નથી.