મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

નિપાહ વાયરસનું મુખ્ય કારણ ચામાચીડિયા નથી

વાયરસથી પ્રાણીઓ નહીં માત્ર મનુષ્ય પ્રભાવિત:ભોપાલ લેબ,નો રિપોર્ટ

નવી દિલ્હી: નિપાહ વાયરસથી દેશમાં ભય ફેલાયો છે કેટલાક રાજ્યોમાં સાવચેતી માટે એલર્ટ કરાયા છે આ વાઈરસની જપેટમાં આવનાર લગભગ 12 લોકોના મોત થયા છે. નિપાહ વાઈરસ માટે એવું કહેવાય છે કે આ ચામાચીડિયાથી આ વાઇરસ ફેલાઇ રહ્યો છે પરંતુ હવે તપાસમાં આ વાત સામે આવી છે કે તેનું મુખ્ય કારણો ચમાચીડિયા નથી. શુક્રવારે અધિકારીઓએ કેરળના કોઝિકોડ અને મલ્લપુરમમાં 12ના મોત પર ચામાચીડિયા દ્વારા ફેલાયેલા વાયરસની વાતનો ઇન્કાર કર્યો છે.

  ભોપાલમાં ઉચ્ચ સુરક્ષા પશુ પ્રયોગશાળામાં ચામાચીડિયા અને ડુક્કરના કુલ 21 નમૂના મોકલવામાં આવ્યા છે, પરંતુ શુક્રવારે મોડીરાત્રે આ તમામ રિપોર્ટ નકારાત્મક સામે આવ્યા હતા. આ જ અઠવાડિયામાં કેન્દ્રીય પશુપાલન કમિશ્નર એસ.પી. સુરેશની આગેવાની સાથે એક ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાણીઓની તપાસ બાદ જણાવ્યું હતું કે પ્રાણીઓમાં નિપાહ વાઈરસની કોઈ પણ પ્રકારની ઓળખ થઇ શકી નથી અને આ વાઈરસથી માત્ર મનુષ્ય પ્રભાવિત થયો છે.

(1:39 pm IST)