મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

જુલાઇમાં પાકિસ્તાનમાં જનરલ ઇલેકશન!

ઇમરાનખાનના પક્ષે ઝંઝાવાત સર્જયોઃ ૨૦ કરોડ મતદારો છેઃ પ્રથમ વખત ૧૩ ટ્રાન્સ જેન્ડરો ચૂંટણી લડશેઃ પાકિસ્તાનમાં ૧૦ હજાર ટ્રાન્સ જેન્ડરો

ઇસ્લામાબાદ તા.૨૬: પાકિસ્તાનમાં ચાલુ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં ૧૩ ટ્રાન્સજેન્ડર ચૂંટણી લડવાના છે જે પૈકી બે સંસદની ચૂંટમી લડશે. પાકિસ્તાનમાં પ્રથમ વાર 'ટ્રાન્સ જેન્ડરને' વસ્તી ગણતરીમાં સામેલ કરાયા છે. પાકિસ્તાનની ૨૦ કરોડ આઠ લાખની વસ્તીમાં હાલ ૧૦,૪૧૮ ટ્રાન્સ જેન્ડર છે.

ઇમરાનખાનની તહેરીકે ઇન્સાફ પાર્ટી આ વખતે સત્તાકબ્જે કરવા પ્રચંડ પ્રયાસ કરી રહી છે તો લશ્કરએ તૈયબાના મુખ્યયાએ પણ ઝંપલાવ્યું છે.

ટ્રન્સ જેન્ડરને રાજકીય બાબતમાં સામેલ કરવાનો મુદ્દો ગઇકાલે વિગતે ચર્ચાયો હતો તેની રાજકીય સામેલગીરી, સશકિતકરણ અને સામાજિક પ્રગતિ માટે તેમને મુખઅય પ્રવાહમાં લાવવા જરૂરી ગણાવાયા હતા. આ કાર્યક્રમ ઓલ પાકિસ્તાન ટ્રાન્સજેન્ડર ઇલેકશન નેટવર્કે યોજ્યો હતો. જે ચૂંટણી પંચના સહયોગથી યોજાયો હતો. આ ચર્ચામાં તમામ ઉમેદવારોએ ભાગ લીધો હતો. અને તેઓ કયા મતક્ષેત્રમાંથી ચૂંટણી લડશે તેની પણ ચર્ચા કરાઇ હતી.

પાકિસ્તાન ચૂંટણી પંચે આગામી સામાન્ય ચૂંટણી માટે જુલાઇની ૨૫-૨૭ તારીખ સુચવી છે. પાકિસ્તાનમાં ઇલેકશન એકટ ૨૦૧૭ની કલમ  ૪૮ એ અને બી. અનુસાર તેમને ત્રીજી ખાસ જાતિ તરીકે સામેલ કરાયા છે. જેથી મતદાન માટે તેમને લાઇનમાં ઉભા રહેવાની પણ જરૂરી નથી. મતદાન કરવાના અધિકારમાં પણ તેમને પ્રાથમિકતા અપાશે તેમ વડાપ્રધાન કાર્યાલયના સદસ્ય કમારનસીમે માહિતી આપી હતી.

(12:35 pm IST)