મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

યમનના દરિયામાં ૫ વહાણની જળસમાધિ

ગુજરાત - દૂબઇના ૭ જહાજોનો સંપર્ક નથી : સલાયાના રજાક સંઘારનું મોત : પિતા સાથે ગયેલ

રાજકોટ - ખંભાળીયા તા. ૨૬ : યમનના સિકોતર બંદરે પાંચ જહાજે જળસમાધિ લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે યમનના સિકોતર બંદરે પાંચ વહાણે જળસમાધિ લીધી હતી. આ ઘટનામાં ૨૨ જેટલા ખલાસીઓ સંપર્ક વિહોણા છે જયારે એક ખલાસીનું મોત થયું છે. બાકીના ખલાસીઓને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે યમનના સિકોતર બંદરે પાંચ વહાણ શુક્રવારે જળસમાધિ લીધી હતી. જેના કારણે સલાયાના એક ખલાસીનું મોત થયું છે. આ ખસાલીનું નામ રજાક સંઘાર છે. જે પોતાના પિતા સાથે આતા એ ખ્વાજા વહાણમાં ગયો હતો.આ વહાણ દુર્ઘટનાનો ભોગ બનતા દરિયામાં સમાઇ ગયું હતું. જોકે, પાંચ જહાજોની જળસમાધિની જાણ થતાં જ તંત્ર દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથધરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યું છે. રેસ્કયુ ઓપરેશનમાં અનેક ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજી સુધી ૨૨ ખલાસીઓ હજી પણ સંપર્ક વિહોણા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મહેબૂબે હસમી નામના વહાણનો કાટમાળ મળી આવ્યો છે જયારે અલ ખીજડ વહાણ સંપર્ક વિહોણું થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે યમનના સિકોતર ટાપુ ઉપર આતે એ ખ્વાજા સહિત અન્ય એક જહાજ ફસાયા હોવાના અહેવાલ હતા. ખરાબ મોસમના કારણે આ જહાજો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી હતી.

સંપર્ક વિહોણાના સમાચાર બાદ જહાજ ડૂબ્યું હોવાની પણ જાણકારી મળી હતી. જહાજમાં સવાર આશરે ૧૦ પૈકીના ૫ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખીય છે કે, મેકુનુ વાવાઝોડાથી ૭ જહાજ સંપર્ક વિહોણા થયા જેમાં ગુજરાત -દુબઇના સાત જહાજોનો સમાવેશ થાય છે.(૨૧.૬)

(11:44 am IST)