મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

પુરૂષોતમ -સ્તવન

હરીભજન-ર્કિતન કલીયુગમાં શ્રેષ્ઠ સાધન 'હરી સ્મરણ'

શ્રીમદ્ ભાગવત માં કહેવાયું છે કે, સત્યુગમાં ભગવાનનું ધ્યાન ધરવાથી ત્રેતા યુગમાં મહાયજ્ઞો દ્વારા તેમની આરાધના કરવાથી અને દ્રાપરયુગમાં વિધિપૂર્વક તેમની સેવા પુજા કરવાથી જે ફળ મળે છે તેવું ફળ કળીયુગમાં માત્ર 'હરી' નામ ઇશ્વર નામ સ્મરણ અને હરીકિર્તન કરવાથી પ્રાપ્ત થઇ જાય છે.

જો કે દાન ને પણ કળીયુગમાં પરમાર્થનું સાધન મનાયુ છે. આમ છતાં તે અપર્યાપ્ત સાધન છે.

ધર્મના ચાર ચરણ સત્ય,દયા, તપ અને દાન માંના એક છે.

'''વિદ્યાદાન તપઃ સત્ય' ધર્મસ્યેની પદાની ચ'' વેદાન્ત ભુષણ પણ કહે છે 'દાને દુર્ગતિક્ષયઃ' અર્થાત દાનથી દૈનિક, દેવિક  અને ભોૈતિક તાપોનો હ્રાસ થાય છે. પરંતુ પૂર્ણરૂપ કલ્યાણ તો 'શ્રી હરી' ઇશ્વર સ્મરણ,ચિંતન દ્વારાજ સંભવ છે.

શુકદેવે પરિક્ષીતને ઉપદેશ આપ્યો તે સમયે કલીયુગનું પ્રથમ ચરણ જ હતું તેમના અનુસાર ભગવાન પ્રાપ્તીનું સાધન 'હરી સ્મરણ' છે. ઇશ્વર સર્વત્ર અને સર્વદા છે.

ભગવત પ્રાપ્તિના અનેક સાધનો માં કળીયુગમાં હરિ સ્મરણથી સાધન જ શ્રેષ્ઠતમ છે. તેનું એક કારણ એ છે કે તપ, યજ્ઞ, દાન વગેરેમાં અહંકાર આવી જવાની સંભાવના રહે છે. પરંતુ 'હરીનામ'થી અહંકારમાંથી મૂકિત મળે છે.

નિગુર્ણ બ્રહ્મ ઉપાસક સંત કબિર ગુરૂ નાનકદેવ વગેરે સોૈ 'હરી ભજન' ની મહતાને પ્રતિપાદીત કરે છે.

જી હા ઘર સાધુ ન પુજીએ હરીકી સેવા નાહી

 તો ઘર મરઘટસા રીખેે ભૂત બસે તીન માહી

હરી કી કથા હિરદૈ બસાવે ા

સો પંડિતુ ફીરી જોૈન ન આવે ાા

કળીયુગમાં ભગવાન નામ સંકિર્તન ના મહત્વના બીજા પણ અનેક હેતુ છે.

ભગવાન ના ભજનમાં એટલી દિવ્યતા છે બીજુ કાંઇ કરે નહી તો પણ સાધક માટે હિતકારી મનાય છે.

શાસ્ત્રોમાં 'હરિસ્મરણ' ને કળીયુગમાં શ્રેષ્ઠ સાધન માનવામાં આવ્યું છે.

આવા 'હરી નામ' ની મહિમા અને તેના સંર્કિતન ના વિષય માટે શાસ્ત્રોમાં ધણુ બધું કહેવાયું છે.

જે લોકો આ સંસાર બંધનમાંથી મુકત થવા માંગે છે તેમને માટે ભગવાનનું નામ-ર્કિતનથી વિશેષ અધિક સાધનબીજુ કોઇ નથી.

જે અશુધ્ધ અને અન્ય મનસ્ક રહેવા છતા હંમેશા હરિનામ-ર્કિતન કરે છે, તે પણ પોતાના દોષોનું નિવારણ થતાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જેમ શિશુપાલે પ્રાપ્ત કર્યુ હતું.

'સત્યયુગ' માં ભકિત ભાવથી સેંકડો યજ્ઞો દ્વારા શ્રી હરિની આરાધના કરીને માનવી જે ફળ પ્રાપ્ત કરે છે તે તમામ કળીયુગમાં ભગવાનના ભજન ર્કિતન માત્રથી પ્રાપ્ત થઇ શકે છે.

આથી કળીયુગમાં તમામ પાપોના નાશનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. શ્રી હરિ સ્મરણ નિરંતર શ્રી હરિનું નામ લેવું જેમના હ્યદયમાં માત્ર શ્રી હરિની ભકિત જ પડેલ છે, તે ત્રિલોકમાં અત્યંત નિર્ધન હોવા છતા પણ પરમ ધન્ય છે. કારણકે આ ભકિતની ... બંધાઇને સાક્ષાત 'શ્રી હરિ' પરમધામ છોડીને તેના હ્યદયમાં આવીને વસે છે.ઙ્ગ

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:10 am IST)