મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

હાલમાં લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને ઉત્તરપ્રદેશમાં નુકશાન:બિહારમાં યુપીએ અને એનડીએ બન્નેને ફાયદો:સર્વે

યુપીમાં એનડીએની મત ટકાવારી 8 ટકા ઘટશે :યુપીએને ચાર ટકા વધશે :બિહારમાં એનડીએને 51 ટકાથી વધીને 60 ટકા વોટ જયારે યુપીએને 28 ટકાથી વધીને 34 ટકા માટે મળશે

 

નવી દિલ્હી :કેન્દ્રની મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર ઇન્ડિયા ટુડે, સીએસડીએસ અને લોકનીતિ ઘ્વારા એક સર્વે જાહેર કરાયો છે જેમાં જણાવવામાં આવ્યું કે સમયે જો ઈલેક્શન થયા તો વર્ષ 2014 ઈલેક્શનની સરખામણીમાં પાર્ટીને કેટલી સીટો મળશે.

 સર્વે મુજબ જો આજે ઈલેક્શન થાય તો ઉત્તરપ્રદેશમાં એનડીએ વોટ ટકાવારી 8 ટકા જેટલી ઘટી જશે. વર્ષ 2014 દરમિયાન અહીં એનડીએ 43 ટકા મેળવવામાં સફળ રહી હતી. પરંતુ જો હાલમાં ઈલેક્શન કરવામાં આવે તો તેમને 35 ટકા વોટ મળી રહ્યા છે. જયારે યુપીએ ફાયદામાં છે. વર્ષ 2014 દરમિયાન યુપીએ 8 ટકા વોટ મેળવી શકી હતી જયારે હાલમાં તેમને 12 ટકા જેટલો વોટ હિસ્સો મળી રહ્યો છે. અન્ય ને રાજ્યમાં 53 ટકા વોટ હિસ્સો મળી રહ્યો છે જયારે વર્ષ 2014 દરમિયાન તેમને 49 ટકા વોટ હિસ્સો મળ્યો હતો.

  બિહારમાં એનડીએ અને યુપીએ બંને પાર્ટીને ફાયદો થઇ રહ્યો છે. વર્ષ 2014 દરમિયાન એનડીએ ઘ્વારા 51 ટકા વોટ મેળવવામાં આવ્યા હતા. જયારે હાલમાં તેમને 60 ટકા વોટ મળી રહ્યા છે. યુપીએ વર્ષ 2014 દરમિયાન 28 ટકા વોટ મેળવી શકી હતી જયારે હાલમાં તેમને 34 ટકા વોટ મળી રહ્યા છે. બિહારમાં અન્યને નુકશાન થયું છે. વર્ષ 2014 દરમિયાન તેમના ખાતામાં 21 ટકા વોટ હતા જયારે હાલમાં તેને ફક્ત 6 ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે.

(12:00 am IST)