મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

હવે અમેરિકામાં પણ ‘‘સમળી''નો ત્રાસઃ મહિલાઓએ પહેરેલા સોનાના ચેન દાગીનાની ચિલઝડના બનાવો શરૂઃ ફ્રેમોન્‍ટ કેલિફોર્નિયામાં ચાલુ માસની ૧૭ તારીખ સુધીમાં ૬ બનાવો પોલીસ ચોપડે નોંધાયાઃ ભોગ બનનાર મહિલાઓમાં મોટા ભાગની ઇન્‍ડિયન અમેરિકન હોવાનું અનુમાન

કેલિફોર્નિયાઃ હવે અમરિકામાં પણ ‘સમળી'નો ત્રાસ મહિલાઓએ પહેરેલા સોનાના ચેન તથા દાગીનાની ચિલઝડપ કરી નાસી છૂટનાર ગઠિયાઓએ ૨૦૧૪ની સાલમાં ફ્રેમોન્‍ટ કેલિફોર્નિયામાં મચાવેલ હાહાકાર ફરી પાછો ૪ વર્ષ પછી ૨૦૧૮ની સાલના મે મહિનામાં શરૂ થઇ ગયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતિ મુજબ ચાલુ માસની શરૂઆતથી ૧૭ તારીખ સુધીમાં સોનાના દાગીનાની ચિલઝડપના ૬ બનાવો નોંધાઇ ચૂકયા છે. આ ચિલઝડપનો શિકાર બનનારાઓમાં મોટા ભાગે મહિલાઓ છે. જેમાં મોટા ભાગની ભારતીય મૂળની મહિલાઓનો સમાવેશ થાય છે. આવા બનાવો મોટા ભાગે સ્‍કૂલે બાળકોને તેડવા કે મુકવા જવાના પિક અવર્સમાં બનેછે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. જો કે આ ચિલઝડપનો ભોગ બનેલાઓ તથા તેના આરોપીઓના નામો હજુ સુધી જાહેર કરાયા નથી.

(9:53 pm IST)