મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

૬ ફુટનો કદાવર સુલ્તાન નામનો પાડો હરિયાણાની શાનઃ દેશની ટોપ બ્રીડ્સમાં સમાવેશ

બુદ્ધા ખેડાઃ હરિયાણાનો ૬ ફુટનો કદાવર પાડો આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. તેની પર્સનાલિટી એવી ગજબ છે અને તેનાં કારનામાં તેનાંથી પણ વધુ ગજબ છે. સુલ્તાનની કહાનીઓ સાંભળનારા પણ દંગ રહી જાય છે. સુલ્તાન ફક્ત નામનો સુલ્તાન નથી. પણ તેનો જલવો પણ સુલ્તાન જેવો જ છે. તેનાં કારનામાને કારણે તે હરિયાણાની શાન બની ગયો છે.

આશરે 6 ફૂટનો ગજબ કદાવર સુલતાનને જોઇને જ દંગ રહી જવાય. કેથલ અને બુદ્ધા ખેડાનાં રહેનારા નરેશ કુમારે આજથી 6 વર્ષ પેહલાં સુલ્તાનને પાળી પોશીને મોટો કર્યો ત્યારે તેમને નહોતી ખબર કે એક દિવસ સુલ્તાન તેમની શાન વધારશે.

હાલનાં સમયમાં 8 વર્ષ થઇ ગયા છે અને સુલ્તાન દેશની ટોપ બ્રીડ્સમાં શામેલ છે. સુલ્તાન ઓલ ઇન્ડિયા લેવલનાં તમામ કોમ્પીટિશનમાં ભાગ લઇને ઘણાં એવોર્ડ્સ તેનાં નામે કરી ચુક્યો છે. આ રીતે સુલ્તાન મેળામાં ફરવાથી લઇને રેમ્પ વોક સુધી દરેક જગ્યાએ તેનો જલવો બતાવી ચુક્યો છે. સુલ્તાનનાં દરરોજનાં ખોરાકની વાત  કરીએ તો તે 10 કિલો તાજા સફરજન, 10 કિલો દાણા, 8 લિટર દૂધ અને સાથે જ લીલુ ઘાસ ખાય છે.

સૌથી ઉમ્દા નસ્લથી તાલ્લુક રાખનારા સુલ્તાનાની ગણતરી દેશ શું દુનિયાનાં ટોપ બ્રીડર્સમાં થાય છે. તેનો રુતબો છે કે તે અત્યાર સુધીમાં લાખો બાળકોનો બાપ બની ચુક્યો છે. સુલ્તાન ફક્ત બ્રીડિંગનાં દમ પર જ વર્ષે આશરે સવા કરોડ રૂપિયાની કમાણી કરી દે છે.

સુલ્તાન તેની ફિટનેસ માટે દરરોજ 5 કિલોમીટરની દોડ લગાવે છે અને તેનાં શરિરને હુષ્ટ પુષ્ટ રાખવા માટે દિવસમાં બે વખત સરસોનાં તેલથી માલિશ કરવામાં આવે છે.  સુલતાનની સેવામાં લાગેલા લોકો સુલ્તાનને એક દિવસમાં ત્રણ વખત નવડાવે છે. સુલ્તાનને જે જુવે છે તે તેનો દિવાનો થઇ જાય છે. ખુદ નરેશ કુમારને સુલ્તાનથી ખુબ પ્રેમ છે.

સુલ્તાનને ખરીદવા માટે તેની કિંમત એટલી લાગી ગઇ છે કે કોઇ વિશ્વાસ ન કરી શકે. પણ નરેશજીને તેનાંથી એટલો પ્રેમ છે કે તેઓ તમામ ઓફર ઠુકરાવી ચુક્યા છે.

(12:00 am IST)