મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

કાશ્‍મીરમાં લોકોને મારવા માટે પાકિસ્‍તાનમાં કાયદેસરની ૨૧ ‌દિવસની ટ્રેનીંગ મળી હતીઃ લશ્કર-એ-તૈયબાના આતંકીની કબૂલાત

નવી દિલ્‍હીઃ પાકિસ્તાનમાં સક્રિય લશ્કર-એ-તૈયબાના સ્ટુડેન્ટ વિંગ અલ મુહમ્મગદિયા સ્ટુડન્ટસ (એએમએસ)નો એક આતંકી ભારતીય ગુપ્તચર એજન્સીઓની કસ્ટડીમાં છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની (NIA) પૂછપરછ દરમિયાન તેણે હેરાન કરતા ઘણાં ખુલાસા કર્યા હતાં.

હાલમાં એનઆઈએ અધિકારીઓએ પકડેલા લશ્કર આતંકી જૈબુલ્લાહ હમજાએ કહ્યું કે, તેને કાશ્મીરમાં લોકોને મારવા માટે પાકિસ્તાનમાં કાયદેસરની 21 દિવસોની ટ્રેનિંગ મળી હતી. જે પછી તેણે ચાર લોકો સાથે સીમારેખા (લાઇન ઓફ કંટ્રોલ) પાર કરી હતી. જેમાંથી બે લોકો જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા.

જૈબુલ્લાહ હમજાએ જણાવ્યું કે ટ્રેનિંગ દરમિયાન તેમને સલાહ આપી હતી કે કાશ્મીરમાં તેમને વધારેમાં વધારે લોકોને ટાર્ગેટ કરવાના છે. લશ્કર-એ-તૈયબાએ પોતાના સ્ડુટન્ટ્સ માટે એક મોબાઇલ પણ વિકસાવ્યો હતો. જેના દ્વારા સંગઠન તેમને નિર્દેશ આપવામાં આવે છે.

જૈબુલ્લાહએ જણાવ્યું કે તે ભારતની બોર્ડર એરિયામાં હતો જ્યાંથી આર્મીની નજર તેની પર પડી હતી. જે પછી તેને ત્યાંથી પરત ફરવું પડ્યું હતું. તે પોતાના સાથીઓની સાથે ચટબાટા પોસ્ટ પણ ગયો હતો જ્યાં તેણે આર્મીના સ્પલાઇ રૂટમાં માઇન્સ પાથરી દીધી હતી. જેમાં બ્લાસ્ટ થતાં બે જવાનોના મોત થયા હતાં.

જૈબુલ્લાહના કહ્યાં પ્રમાણે તેના 8 ભાઇ, 3 બહેનો છે. તેને લશ્કર સાથે 21 દિવસની ટ્રેનિંગ આપી પછી તેને અલગથી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તે દરમિયાન તે હાફિઝ સઇદ અને ઝકીરઉર્રહમાન લખવી સાથે થઇ. બંન્નેએ તેનું બ્રેન વોશ કર્યું. એટલું જ નહીં તેણે એ પણ ખુલાસો કર્યો કે લશ્કર-એ-તૈયબા કાશ્મીર અને રોહિંગ્યાના નામ પર માત્ર પૈસા જ ભેગા કરે છે. લશ્કરને યુએઇ પાસેથી ફંડ મળે છે. તેને 2018માં બર્ફાનીની પણ ટ્રેનિંગ આપી હતી.

(12:00 am IST)