મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક દર્દીઓ સ્વસ્થ થયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં નવા 3,13 લાખથી વધુ કેસ : 28. 73 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 2638 દર્દીના મોત : 2.44 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48,700 નવા કેસ : ઉત્તર પ્રદેશમાં 33,551 કેસ, દિલ્હીમાં 20,201 કેસ, કર્ણાટકમાં 29,744 કેસ, કેરળમાં 21,890 કેસ, છત્તીસગઢમાં 15,084 કેસ, રાજસ્થાનમાં 16,438 કેસ, મધ્યપ્રદેશમાં 12,686 કેસ, ગુજરાતમાં 14,340 કેસ, બિહારમાં 11,801 કેસ, તામિલનાડુમાં 15,684 કેસ, પશ્ચિમ બંગાળમાં 15,992 કેસ, હરિયાણામાં 11,504 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3.13,774 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 2638 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,97,756 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3.13,774 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,76,20,194 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 28,73,656  લાખે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.44,621 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.45,41,324 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48,700 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 33,551 કેસ, દિલ્હીમાં 20,201 કેસ, કર્ણાટકમાં 29,744 કેસ, કેરળમાં 21,890 કેસ, છત્તીસગઢમાં 15,084 કેસ, રાજસ્થાનમાં 16,438 કેસ, મધ્યપ્રદેશમાં 12,686 કેસ,ગુજરાતમાં 14,340 કેસ, બિહારમાં 11,801 કેસ, તામિલનાડુમાં 15,684 કેસ,પશ્ચિમ બંગાળમાં 15,992 કેસ, હરિયાણામાં 11,504 કેસ નોંધાયા છે

(12:08 am IST)