મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

થાઈલેન્ડમાં માસ્ક ન પહેરવા બદલ પ્રધાનમંત્રીને 15000 નો દંડ :મીટિંગમાં માસ્ક વગર બેઠેલા : બેંગકોંગના ગર્વનરે દંડ ફટકાર્યો

ગવર્નર અશ્વિન વાંગમુંગે ફેસબુક પેજ પર જાહેર કર્યું કે પ્રધાનમંત્રીએ માસ્ક ન પહેરીને કાયદો તોડ્યો : બેઠકમાં માસ્ક વગર બેઠેલા પ્રધાનમંત્રીની એક તસવીર ફેસબુક પેજ પર દેખાઈ અને કાર્યવાહી કરાઈ

નવી દિલ્હી : વિદેશમાં બધા માટે કાયદો સમાન છે. પછી ભલે તે પ્રધાનમંત્રી કક્ષાના વ્યક્તિ કેમ હોય. બેંગકોંગના ગર્વનરે પ્રધાનમંત્રી પ્રયુથ ચાન ઓચાને માસ્ક વગર પકડી પાડ્યાં અને તેમને સત્તાવાર રીતે જાણ કરી કે પ્રધાનમંત્રીએ માસ્ક પહેરીને કાયદોનો ભંગ કર્યો છે જે બદલ તેમને 190 ડોલરનો દંડ ફટકારવામાં આવે છે. ગવર્નર અશ્વિન વાંગમુંગે ફેસબુક પેજ પર જાહેર કર્યું કે પ્રધાનમંત્રીએ માસ્ક પહેરીને કાયદો તોડ્યો.બેઠકમાં માસ્ક વગર બેઠેલા પ્રધાનમંત્રીની એક તસવીર ફેસબુક પેજ પર દેખાઈ હતી 

બેઠકમાં માસ્ક વગર બેઠેલા પ્રધાનમંત્રીની એક તસવીર ફેસબુક પેજ પર દેખાઈ હતી અને ઘટનાની ગંભીર નોંધ લઈને ગર્વનરે તેમને દંડનો મેમો મોકલી આપ્યો હતો. પ્રધાનમંત્રીએ તે દંડ ભરી પણ દીધો હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું. ઘટના બાદ લોકોએ પ્રધાનમંત્રીની ટીકા કરી હતી.

ભારતીય નેતાઓએ ઘટનાથી બોધ લેવાની જરુર છે કારણ કે ભારતમાં તો નેતાઓ કોરોના મહામારીની વચ્ચે પણ મોટી મોટી રેલીઓ કરતા હોય છે. ભારતમાં તો લોકો ખુલ્લેઆમ રેલીઓમાં ભાગ લેતા હોય છે અને માસ્ક પણ બિલકુલ પહેરતા નથી તેમજ કોરોના પ્રોટોકોલનું પણ પાલન કરતા નથી.

 

 

(7:26 pm IST)