મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

ઓનલાઇન કંપનીઓમાં હેલ્‍થને લગતી વસ્‍તુઓના વેચાણ ઉપર વધુ ભાર

નવી દિલ્‍હી, તા૨૬: દેશમાં કોરોના સંક્રમણ નું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે, અને મેડીકલ વ્‍યવસ્‍થાથી લોકો ચિંતિત છે, એવામાં લોકો પોતાના સ્‍વાસ્‍થ્‍ય ને લઇ ચિંતિત છે. આ કારણે હવે માર્કેટની સ્‍થતિ બદલાઈ રહી છે, અને હવે લોકો પોતાની કમાણી નો મોટો ભાગ હેલ્‍થ માટે ખર્ચી રહ્યા છે, કોરોના ના કારણે બજારમાં માહોલ બદલાયો છે, જેથી ઓનલાઈન માર્કેટિંગમાં પણ લોકોની માંગ વધી રહી છે, જેથી હવે ઓનલાઈન શોપિંગની કંપનીઓ પણ કપડા,ચપલ જેવો સમાન વેચવા પર ઓછુ ભાર મૂકી રહ્યા છે, અને હેલ્‍થ સાથે જોડાયેલ સામાન વેચવા ઉપર વધુ ભાર મૂકી રહ્યા છે, તેના સિવાય ઓનલાઈન પ્‍લેટફોર્મમાં પણ જાહેરાતથી લઇ હોમ પેજ ઉપર પણ હેલ્‍થ સાથે જોડાયેલ સામાન જ વેચવામાં આવી રહ્યો છે.

લોકો અત્‍યારે પોતાની ઇમ્‍યુનિટીને લઈને વધુ ચિંતિત છે, એવામાં ઓનલાઈન શોપિંગ કંપનીઓ પોતાના ગ્રાહકને મોકલવાની જાહેરાતના મેલમાં આ પ્રોડકટો વિશે ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે અને જાહેરત કરે છે, અત્‍યારે બજારોમાં આ વસ્‍તુઓની માંગને કારણે કપનીઓ પોતના સ્‍ટોર્સ ઉપર પણ ઇમ્‍યુનિટી બુસ્‍ટર્સ વેંચવાની કોશિશ કરી રહ્યા છે,

સેનેટાઈઝર

કોરોના કાળમાં હાથ ધોવા માટે સેનેટાઇઝર ખુબજ જરૂરી છે, જેના કારણે સેનેટાઈઝાર ની ખુબજ માંગ છે અને કપનીઓ આનાથી નફા માં બદલવા માટે હવે તેને વેંચવા પર વધુ ધ્‍યાન દઈ રહ્યા છે, જેનાથી જાહેરાત થી લઈને સ્‍ટોર્સમાં સેનેટાઈઝારસ ઉપર વધુ ભાર મુકવામાં આવી રહ્યું છે, લોકો પણ સેનેટાઈઝાર ખરીદી રહ્યા છે.

ઓક્‍સીમીટર

કોરોના વાયરસના કારણે ઓક્‍સીજનની કમીના ડરને કારણે લોકો હવે ઓક્‍સીમીટર પણ મંગાવી રહ્યા છે, જેના કારણે તેના વેચાણમાં વધુ તેજી મળી છે, પેટીએમ મોલ જેવવ ઈ-કોમર્સ કંપનીઓ પણ હવે કપડાઓ ના બદલે ઓક્‍સીમીટર વેંચવા પર ભાર મૂકી રહ્યા છે, કપનીઓ ગ્રાહકોને બતાવી રહી છે કે તેની પાસે અનેક મેડીકલ સામાન હાજર છે.

સ્‍ટીમર અને અન્‍ય હેલ્‍થ મશીન

આ સમયે સ્‍ટીમર, બ્‍લડ પ્રેશર મશીન જેવા અનેક સામાનની માંગ વધી રહી છે, જેના કારણે કંપનીઓ તેના પર વધુ ધ્‍યાન દઈ રહી છે, જે પ્‍લેટફોર્મ ઉપર પહેલા આ સામાન નહતો મળતો હવે ત્‍યાં પણ મળી રહ્યો છે. જેમાં થર્મસ, ઇલેક્‍ટ્રિક કેટલ, નેમોનીજર પણ વહેંચાઈ છે.(૨૩.૨૨)

(4:08 pm IST)