મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

મધ્યપ્રદેશના ૧૦૪ વર્ષના સ્વાતંત્ર્ય સેનાની બિરદીચંદ ગોઠીએ કોરોનાને હરાવ્યો

તેઓ કહે છે ડરો નહીં, દ્રઢ મનોબળ કેળવશો તો જલ્દી સ્વસ્થ થશો

બૈતુલ તા. ૨૬ : મધ્યપ્રદેશના સ્વાંત્ર્ય સેેનાની ૧૦૪ વર્ષીય બિરદીચંદ ગોઠીએ કોરોનાને હરાવ્યો છે. વીસેક દિવસ પૂર્વે તેઓ કોરોના સંક્રમિત થયા હતા. ડોકટર સાથે પરામર્શ બાદ હોમ આઇસોલેટ કરી સારવાર શરૂ કરાઇ હતી. યુવા અવસ્થામાં જે જુસ્સાથી અંગ્રેજો સામે લડત આપેલ તેવા જ જુસ્સાથી તેમણે કોરોના સામે પણ લડત આપી. પરિણામ એ આવ્યુ કે તેઓ આજે સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે. લોકોએ ડર્યા વગર આત્મવિશ્વાસથી કોરોનાને હરાવવા તેઓએ શીખ આપી છે. સાદુ જીવન, સાદો ખોરાક અને ડોકટરની સલાહ મુજબ દવાઓથી તેઓ સંપૂર્ણ સાજા થયા હોવાનું જણાવેલ છે.

તેમના પૌત્ર શ્રેયાંસ ગોઠી કહે છે કે દાદાજીની દ્રઢ ઇચ્છાશકિત અને હિંમતના કારણે તેમને વધુ તકલીફ થઇ નહોતી. અહીં ઉલ્લેખનીય છેક ે ૧૯૩૦ માં જંગલ સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજો સામેની લડાઇ સબબ તેઓએ જેલ પણ ભોગવી છે.

(2:57 pm IST)