મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

સિસ્ટમ સામે લાચાર જનતા

કોરોના પોઝિટિવ પત્નિ માટે કેટલાય ફોન કર્યા ૧૦૮ ન આવી : પતિએ આખી એમ્બ્યુલન્સને હાઇજૈક કરી લીધી

ભોપાલ,તા. ૨૬: પોતાના સ્વજનો માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જતાં હોય છે. આવા સમયે કેટલીય વાર સાચા-ખોટાની ભાન નથી રહેતી. મધ્ય પ્રદેશના વિદિશ જિલ્લામાંથી આવી જ એક દ્યટના સામે આવી છે. જયાં એક યુવકે પોતાની ગર્ભવતી પત્નીની હાલત ખરાબ થતાં એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સમાં ઓકિસજન પણ હતો, ત્યાર બાદ તેને એમ્બ્યુલન્સને જ હાઈજૈક કરી લીધી.

હકીકતમાં આ મામલો મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાનો છે. અહીંના પુતળી દ્યાટ વિસ્તારના મુખર્જીનગરમાં રહેતા કુશવાહા પરિવારમાં ૪ દિવસ પહેલા કોરોના પોઝિટીવ ગર્ભવતી મહિલાને ઓકિસજનની જરૂર પડી હતી. તેના પતિએ ઓકિસજન સિલિન્ડરની વ્યવસ્થા કરી લીધી હતી. પણ ગત રાતે ૧૧.૦૦ કલાકે રાતે સતત ફોન કરીને કહેતો રહ્યો કે, એમ્બ્યુલન્સ આવે તો પત્નીને હોસ્પિટલમાં એડમિટ કરાવીએ.

જો કે, તેને એવી પણ ખબર હતી કે, હોસ્પિટલમાં હવે નવા દર્દીઓને નથી લેતા અને જયારે ૧૦૮ એમ્બ્યુલન્સ તેના દ્યરે પહોંચી તો, તેણે એમ્બ્યુલન્સને જ બંધક બનાવી લીધી. લગભગ બે કલાક સુધી બંધક બનાવ્યા પોલીસ બોલાવી પડી, પોલીસે હાથ જોડ્યા અને માંડ માંડ એમ્બ્યુલન્સ છોડાવી.

તેની પત્નીને બંધક બનાવેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં પત્નીને હોસ્પિટલ લઈ જઈને દાખલ કરાવી. એમ્બ્યુલન્સ એટેંડર દીપકે જણાવ્યુ હતું કે, પીડિતાનો પતિ એમ્બ્યુલન્સના કાંચ તોડવા અને એમ્બ્યુલન્સને નુકસાન પહોંચાડવાની વાત પણ કરી રહ્યો હતો.

(10:13 am IST)