મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

કોરોનાથી બચવાના ઉપાયને બદલે સરકાર હેડલાઇન મેનેજમેન્ટ ઉપર કામ કરી રહી છે

નાણામંત્રી નિર્મલા સિતારામનના અર્થશાસ્ત્રી પતિએ સરકારની કાઢી ઝાટકણી : સરકાર માટે બીજાના મોતના માત્ર આંકડા બતાવી દે છે : વાસ્તવિક આંકડા રજુ નથી કરાયા : પીએમ રેલી કરી રહ્યા છે ભીડ ભેગી કરી રહ્યા છે : પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના વખાણ કર્યા

નવી દિલ્હી તા. ૨૬ : નાણા મંત્રી નિર્મલા સીતારમણા પતિ અને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે કોરોના સંકટને લઈને મોદી સરકાર પર નારાજગી વ્યકત કરી અને મન મુકીને ટીકા કરી.

અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે  કહ્યું કે સરકાર લોકોના મદદ કરવાની જગ્યાએ હેડલાઈન મેનેજમેન્ટ અને પોતાની પીઠ થાપડવામાં લાગેલી છે.  તેમણે પોતાના યુટૂયૂબ ચેનલ પર એક કાર્યક્રમ દરમિયાન આ કહ્યુ હતુ.   તેમણે પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના વખાણ કરતા કહ્યુ કે તેમની સલાહ રચનાત્મક હતા. પરંતુ તેના પર કેન્દ્રીય મંત્રીએ બહુ અસભ્ય પ્રતિક્રિયા આપી અને તેને રાજકારણનો રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે કહ્યુ કે ભારતમાં કોરોના સંક્રમણ દુનિયામાં સૌથી ઝડપથી વધી રહ્યું છે. મોત રેકોર્ડ કોડી રહી છે. આ સ્વાસ્થ્ય ઈમરજન્સીની સ્થિતિ છે. કેન્દ્ર સરકારની તૈયારી અને તેમની જવાબદેહીને પરખવાનો સમય છે. તેમને પોતાના લોકોના મોત પીડાદાયક લાગે છે અને બીજાના મોતના માત્ર આંકડા બતાવી દે છે.

પ્રભાકરે કહ્યુ કે આ સંકટના કારણે લોકોની નોકરીઓ જઈ રહી છે. સારવાર કરાવવામાં જમા રકમ પણ ખતમ થઈ રહી છે. મોટા ભાગના લોકો નાણાકીય સમસ્યામાંથી બહાર નથી આવી શકયા. જયારથી મહામારીનો કહેર શરુ થયો છે દેશમાં લગભગ ૧.૮૦ લાખ લોકોના જીવ ગયા છે. તેમણે કહ્યુ કે વાસ્તવિક આંકડા રજુ નથી કરાયા આ આંકડા વાસ્તવિક આંકડાથી ઘણા ઓછા છે.

તેમણે કહ્યુ કે સતત ટેસ્ટિંગમાં અછત આવી રહી છે અને રસીકરણની સ્પીડ ઓછી છે.  હોસ્પિટલ અને લેબ સેમ્પલ જ નથી લઈ રહ્યા. હોસ્પિટલો પર આટલુ દબાણ છે. ત્યારે સમય પર રિપોર્ટ નથી આપી શકી રહ્યા. તેમણે એમ પણ કહ્યુ કે રવિવારે ૩.૫૬ લાખ ટેસ્ટ થયા જે એક દિવસ પહેલાથી ૨.૧ લાખ કેસથી ઓછા છે.  સ્મશાનમાં લાઈનો છે. પથારી માટે  મહામારી ચાલી રહી છે. પરંતુ કોઈ રાજનેતા અને ધાર્મિક નેતાના કાન પર એક ઝૂ પણ નથી સરવળી રહી.

પ્રભાકરે કહ્યું કે ટીવી પર જોવા મળતુ હતુ કે કેવી રીતે મુખ્યમંત્રી અને પીએમ રેલી કરી રહ્યા છે. ભીડ ભેગી કરી રહ્યા છે. કુંભનો મેળો ચાલી રહ્યો છે. સ્થિતિ ખરાબ થવા પર તેઓ ભાનમાં આવે છે. હદ તો ત્યારે થાય છે જયારે કેટલાક એકસપર્ટ અને અન્ય લોકો આ ભીડને યોગ્ય ગણાવવા લાગે છે. એમ પણ તર્ક આપે છે કે બીજા દેશોની સરખામણીએ અમારી સ્થિતિ સારી છે. સાંભળીને ઠેસ પહોંચે છે.

તેમણે કહ્યુ કે રિપોર્ટના જણાવ્યાનુંસાર મહામારી હજુ રોકાવાનું નામ નથી લઈ રહ્યુ. તેવામાં ઓછામાં ઓછા ૧૪૦ કરોડ ડોઝ રસીની જરુર છે. જે સમયે હોસ્પિટલો અને માળખાગત સુવિધાનો ઉપયોગ થવો જોઈતો હતો. તે સમયે થાળી અને તાળી વગાડી રહ્યા હતા.  લોકોને મદદ પહોંચાડવાની જગ્યાએ સરકાર હેડલાઈન્સ મેનેજમેન્ટ કરી રહી છે. કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ કે ૯ રાજયોમાં હોસ્પિટલની ક્ષમતા ઘટી ગઈ છે. આજે આ પ્રકારે એમ્બુલન્સની લાઈનો જોવા મળી રહી છે.

તેમણે કહ્યુ કે દેશની સામે ચૂપ્પી લાંબા સમય સુધી નહીં ચાલે. માનવતા, પારદર્શિતા અને જવાબદેહી જે ટકાઉ હોય છે. પીએમએ હવે તો યોગ્ય આચરણની પસંદગી કરવી જોઈએ.  સરકાર દરેક પરેશાન કરનારા સવાલોના જવાબ નથી આપવા માંગતી. પૂર્વ પીએમ મનમોહન સિંહે સારા સૂચનો આપ્યા હતા પરંતુ આના પર મંત્રીએ અસભ્ય પ્રતિક્રિયા આપી છે. આના પર રાજનીતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

(10:28 am IST)