મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

મેડીકલ કોલેજના કોરોના વોર્ડમાં દુલ્હને પીપીઇ કીટ પહેરી કોરોના સંક્રમિત દુલ્હા સાથે મેરેજ કર્યા

પરીવારના લોકો પણ આ લગ્નમાં પીપીઇ કીટ સાથે આર્શીવાદ આપવા હાજર રહ્યા

કેરળના તીરૂવનંતમન પુરૂમમાં મેડીકલ કોલેજના કોરોના વોર્ડમાં દુલ્હને પીપીઇ કીટ પહેરીને મેરેજ કર્યા હતા  લગ્ન કરનાર યુવક શરત મોન અને યુવતિ અભિરામી આ બન્ને અલાપ્પૂજાના કેનાકારીના રહેવાશી છે. થોડા દિવસ પહેલા જ શરત મોન કોરોના પોઝીટીવ આવ્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે શરત વિદેશ રહેતો હતો અને લગ્ન અર્થે ભારત આવ્યો હતો. લગ્નની ખરીદી સમયમાં તે કોરોના સંક્રમીત થયો હતો. તે નોર્મલ થાય તે પહેલા જ લગ્નની તારીખ આવી ગઇ. તેમના લગ્નની ડેટ 25 એપ્રીલ હતી અને બન્નેના પરીવારે લગ્ન ટાળવાની જગ્યાએ આજે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ અંગે કલેક્ટર અને અન્ય સંબધિત અધિકારીઓની મંજુરી માંગી અને બધુ રાબેતા મુજબ પાર પડતા. આજે બન્નેના લગ્ન સપંન્ન થયા છે.

 શરત અને અભિરામીના પરીવારના લોકો પણ આ લગ્નમાં પીપીઇ કીટ સાથે આર્શીવાદ આપવા હાજર રહ્યા હતા. સમયસર અને મુર્હત પ્રમાણે લગ્ન પુર્ણ થતા બન્ને પરીવારની સાથે વરવધુ પણ ઘણા ખુશ હતા. કદાચ આવો પ્રથમ કિસ્સો હશે કે પીપીઇ કીટ સાથે વધુ પોતાના વરની સાથે લગ્ન કરવા હોસ્પિટલ પહોંચી હોય.

કહેવાય છે કે જન્મ, મરણ અને લગ્નના લેખ છઠ્ઠીના દિવસે જ લખાઇ જાય છે. આ વાત અહીં બિલકુલ સાર્થક થાય છે.

(12:00 am IST)