મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

લખનૌમાં ઓક્સીઝન ટેન્કરની લૂંટ :બોકારોથી મધ્યપ્રદેશના સાગર જતું ટેન્કર રસ્તામાં લૂંટ

ઓક્સીઝનની અછત વચ્ચે ટેન્કટની લૂંટ થતા તંત્રમાં દોડધામ

લખનૌ : કોરના મહામારી વચ્ચે ઓક્સિજનની અછતના કારણે દેશમાં હાહાકાર મચ્યો છો. કોરોનાની માર તો બીજી તરફ ઓક્સિજનના સંકટના કારણે અસંખ્યા લોકોના મોત થઈ રહ્યાં છે. લોકો ઓક્સિજનની બોટલો લઇને રસ્તા પર ભટકી રહ્યા છે, તો બીજી તરફ ઓક્સિજનની અછતના કારણે હોસ્પિટલોમાં પણ દર્દીઓના દમ તોડી રહ્યાં છે. ત્યારે ઓક્સિજનની લૂંટની ઘટના પણ બની છે. આજે લખનઉ પાસે એક ઓક્સિજનના ટેન્કરની લૂંટી લેવામાં આવ્યો છે

ઓક્સિજન ટેંકર બોકારોથી મધ્ય પ્રદેશના સાગર જઇ રહ્યું હતું, પરતું રસ્તમાં જ અજાણ્યા લોકો દ્વારા તેને લૂંટવામાં આવ્યું છે. મળતી માહિતિ પ્રમાણે ઓક્સિજન ટેન્કરના ડ્રાઇવરને આ ટેન્કરની સપ્લાઇ મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આપવાની હતી. ત્યાં પહોંચે તે પહેલા જ આ ટેન્કર ગાયબ થઇ ગયું છે. આ ટેન્કરનું છેલ્લું લોકેશન લખનઉ હતું. ડ્રાઇવરે એક ઓડિયો મોકલ્યો છે, જેના આધારે તેનું છેલ્લું લોકેશન લખનઉ હોવાની જાણકારી મળી છે.

આ અંગે પોલિસને જાણ કરતા તેમણે તપાસ હાથ ધરી છે. અત્યારે તો એવી આશંકાના આધારે જ તપાસ થઇ રહી છે કે આ ટેન્કરને અજાણ્યા લોકો  દ્વારા લૂંટી લેવામાં આવ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજ્યમાં અત્યારે ઓક્સિજનની અછત છે, જેના કારણે ઓક્સિજનની કાળાબજારી થઇ રહી છે, તેવી ઘટના પણ સામ આવી રહી છે. ત્યારે આ ટેન્કરની લૂંટ પણ તે તરફ ઇશારો કરે છે.

આ બધા વચ્ચે સરકાર અત્યારે યુદ્ધના ધોરણે ઓક્સિજન સપ્લાઇનું કામ કરી રહી છે. રેલ, સડક અને હલાઇ માર્ગોથી આ પ્રયાસ શરુ છે. આ પહેલા પણ ઓક્સિજન ટેન્કર લૂંટવાના સમાચાર આવ્યા હતા. જેના કારણે હવે ઓક્સિજનના ટેન્કરોને પોલીસ રક્ષણ આપવામાં આવી રહ્યું છે.

(12:00 am IST)