મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

રામદેવજી સાધ્વીના સમર્થનમાં કૂદયા :કહ્યું માત્ર શંકાના આધારે રાષ્ટ્રવાદી સાથે આતંકવાદી જેવો વ્યવહાર થયો

શંકાના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી અને 9 વર્ષ સુધી તેને શારીરિક તથા માનસિક ત્રાસ અપાયો

 

પટના : યોગ ગુરૂ રામદેવજી  ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં સમર્થનમાં આવ્યા હતા સાધ્વીને રાષ્ટ્રવાદી ગણાવતા કહ્યું કે, માત્ર શંકાના આધારે તેમને 9 વર્ષ સુધી જેલની અંદર ટોર્ચર કરવામાં આવ્યા.જેમ કે તેઓ કોઇ આતંકવાદી હોય.   યોગ ગુરૂ પટના સાહિબ લોકસભા સીટથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા  ઉમેદવારી દાખલ કરવા વેળાએ હાજર રહ્યાં હતા

  રામદેવે પત્રકારોને જણાવ્યું કે, ગુનાની પરાકાષ્ટતા હતી. પોતાને માત્ર શંકાના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી અને 9 વર્ષ સુધી તેને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આપવામાં આવ્યો. તેમને જે તણાવમાંથી પસાર થવું પડ્યું તેા કારણે તેઓ શારીરિક રીતે નબળા અને કેંસરથી પ્રભાવિત થઇ ગયા

  આતંકવાદ નહી પરંતુ રાષ્ટ્રવાદી મહિલા છે. માલેગાવ બોમ્બ વિસ્ફોટનાં આરોપી પ્રજ્ઞા ઠાકુર દ્વારા 26/11 આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મુંબઇ એટીએસનાં પૂર્વ પ્રમુખ હેમંત કરકરેનું મોત તેમણે આપેલા શાપના કારણે થયું છે. અંગે પુછવામાં આવતા રામદેવે કહ્યું કે, વ્યથા અને કડવાટને સમજવાનાં પ્રયાસો કરવા જોઇએ. જેના કારણે તેમણે આવું નિવેદન આપ્યું હશે

(12:55 am IST)