News of Friday, 26th April 2019
સની દેઓલ ફિલ્મી ફૌજી છે અને હુ અસલી ફૌજી છુઃ એમને હરાવીશઃ પંજાબના સી.એમ. અમરિન્દરસિંહ
પંજાબની ગુરદાસપુર લોકસભા સીટથી બીજેપી ના ઉમેદવાર સની દેઓલને લઇ રાજયના મુખ્યમંત્રી અમરિન્દરસિંહએ કહ્યું છે કે તે (સન્ની) ફિલ્મી ફૌજી છે જયારે હુ એક અસલી ફોજી છુ. અમે એમને હરાવીશુ. અમરિન્દરએ આગળ કહ્યું તે (સની દેઓલ) સુનિલ જાખડ(ગુરદાસપુરથી કોંગ્રેસ પ્રત્યાશી) અને કોંગ્રેસ પાર્ટી માટે કોઇ ખતરો નથી.
(11:50 pm IST)