મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

પંજાબ નેશનલ બેન્ક ૩૦ એપ્રિલથી એક સર્વિસ બંધ કરી દેશે

મુંબઈ : જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક હો તો તમારા માટે એક મોટા સમાચાર છે. પબ્લિક સેક્ટરની મોટી બેંક પીએનબીએ પોતાના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંક 30 એપ્રિલથી પોતાની એક ખાસ સર્વિસ બંધ કરી રહી છે. પીએનબીના ગ્રાહકોને વાતની જાણકારી એસએમએસ, -મેઇલ અને સોશિલય મીડિયા મારફતે આપવામાં આવી છે. સર્વિસ બંધ થવાથી તેની અસર લાખો ગ્રાહકો પર પડશે અને એટલે ગ્રાહકોએ સર્વિસ બંધ થાય પહેલાં પોતાના પૈસા કાઢી લેવા પડશે. હકીકતમાં પીએનબી પોતાની વોલેટ સર્વિસ PNB Kittyને સંપૂર્ણ રીતે બંધ કરી રહી છે. બેંકે સર્વિસ 2016ના ડિસેમ્બરમાં લોન્ચ કરી હતી.

પીએનબી કિટી એક ડિજિટલ વોલેટ છે જેના મારફતે -કોમર્સ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. આમાં કોમ્પ્યૂટર કે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઓનલાઇન ખરીદી પણ કરી શકાય છે. ખરીદી પછી ક્રેડિટ, ડેબિટ કે પછી નેટ બેન્કિંગની જગ્યાએ પીએનબી કિટીથી પેમેન્ટ કરી શકાય છે. જોકે હવે પીએનબી પોતાની સર્વિસને બંધ કરી રહ્યું છે.

PNB PNB Kitty યુઝર્સને કહ્યું છે કે વોલેટમાં પડેલા પૈસા 30 એપ્રિલ સુધી વાપરી લો અથવા તો IMPS મારફતે ટ્રાન્સફર કરી લો. વોલેટ સર્વિસથી 30 એપ્રિલ સુધી ટ્રાન્ઝેક્શન થઈ શકશે. બેંકની સુવિધા વિશે વિગતવાર માહિતી https://www.pnbindia.in/PNB-Kitty.html પર ક્લિક કરીને મળી શકે છે.

(5:09 pm IST)