મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

દિલ્હીના ટેન્ક રોડ ઉપર નકલી માલ-સામાન વેચાણના માર્કેટથી અમેરિકા પણ ગભરાયુ

દિલ્હી : અમેરિકાએ દિલ્હીના ટેન્ક રોડ પર નકલી માલ વેચતા માર્કેટને દુનિયાનું સૌથી કુખ્યાત માર્કેટ ગણાવ્યુ છે. અમેરિકાએ ભારતને કહ્યું છે કે માર્કેટને કાબુમાં લેવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. અમેરિકાની કુખ્યાત માર્કેટની યાદીમાં 33 ઓનલાઇન અને 25 ઓફલાઇન માર્કેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. માર્કેટ કથિત રૂપે કોપીરાઇટ અને ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરીને ઉત્પાદનનું વેચાણ કરે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેન્ઝેટિવ (યુએસટીઆર)ની કુખ્યાત માર્કેટની 2018ની યાદીમાં પણ ટેન્ક રોડનો સમાવેશ થતો હતો. માર્કેટમાં હજી પણ નકલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. વસ્તુઓમાં પરિધાન અને જુતા-ચંપલનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેંક રોડના જથ્થાબંધ ઉત્પાદકો નકલી માલનો સ્ટોક ગફ્ફાર માર્કેટ તેમજ અજમલ ખાન રોડ સહિતના બીજા માર્કેટ સુધી પહોંચાડે છે.

રિપોર્ટ પ્રમાણે જથ્થાબંધ માલના ઉત્પાદક કોઈ જાતના ડર વગર વર્ષોથી બિઝનેસ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં બિઝનેસ બહુ વધી ગયો છે. અમેરિકાનું કહેવું છે કે પ્રકારની ગતિવિધિથી અમેરિકન અર્થતંત્રને નુકસાન થઈ રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે લગભગ અઢી ટકા એટલે કે અંદાજે 500 અબજ ડોલરના ઉત્પાદન નકલી હોય છે.

(4:50 pm IST)