મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

કમોસમી વરસાદ વચ્‍ચે ઘઉંની ખરીદી ૬૩ ટકા ઓછી દેખાઇ

કાપણીમાં વિલંબ થતા મંડીઓની આવક સુસ્‍ત

નવી દિલ્‍હી,તા. ૨૬: વર્તમાન રબિ સિઝનમાં લધુત્તમ સમર્થન મુલ્‍ય (એમએસપી) પર ધઉંની સરકારી ખરીદી ૬૨.૮૦ ટકા ધટીને ૭૦.૧૦ લાખ ટન થઇ છે. આના માટે જે કારણ રહેલા છે તેમાં કમોસમી વરસાદને પણ કારણ તરીકે ગણવામાં આવે છે. કાપણીમાં વિલંબ થવાના કારણે મંડીઓમાં આવક સુસ્‍ત રહી છે. છેલ્લી રબિ સિઝનની સમાન અવધિમાં ૧૮૮.૪૯ લાખ ટન ધઉની સરકારી ખરીદી કરવામાં આવી હતી. ભારતીય ખાદ્ય નગમ (એફસીઆઇ)ના કહેવા મુજબ ખરીદીમાં માઠી અસર થવા માટે જે કારણ છે તેમાં મુખ્‍ય કારણ તરીકે હાલમાં થયેલી કમોસમી વરસાદ પણ છે. વરસાદના કારણે આવકમાં વિલંબ થઇ રહ્યો છે. એફસીઆઇના લોકોનુ કહેવુ છે કે ઉત્‍પાદક રાજ્‍યોમાં હાલમાં હવામાન સાફ છે. જેથી હવે આવક વધશે. સાથે સાથે ખરીદીમાં પણ જોરદાર તેજી આવનાર છે. હવે સૌથી વધારે ખરીદી હરિયાણામાં ૩૮.૬૮ લાખ ટનની થઇ છે. જો કે ગયા વર્ષની તુલનામાં આ આંકડો હજુ ઓછો છે. ગયા વર્ષે રાજ્‍યમાં હજુ સુધી ૬૬.૦૮ લાખ ટન ધઉની ખરીદી કરવામાં આવી હતી. મધ્‍યપ્રદેશની વાત કરવામાં આવે તો મધ્‍યપ્રદેશમાંથી વર્તમાન રબિ સિઝનમાં ૧૮.૮૮ લાખ ટન ધઉની ખરીદી કરવામાં આવી છે. જ્‍યારે ગયા વર્ષે આ સમય સુધી ૩૪.૩૨ લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી. આવી જ રીતે રાજસ્‍થાનમાં ૨.૨૨ લાખ ટન ધેઉની ખરીદી કરવામાં આવી છે. જ્‍યારે ગયા વર્ષે આ આંકડો ખુબ વધારે હતો અને આંકડો ૬.૧૪ લાખ ટન સુધી પહોંચી ગયો હતો. કેન્‍દ્ર સરકાર દ્વારા પણ કેટલાક લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યા છે. આ વખતે ૩.૫૭ કરોડ ટન ધઉંની ખરીદી કરવા માટે લક્ષ્ય છે. કેન્‍દ્ર સરકાર કેટલીક આકર્ષક યોજના પણ ચલાવી રહી છે. છેલ્લી રબિ  સિઝનમાં સ્‍થિતી જુદી હતી. છેલ્લી રવિ સિઝનમાં ૩.૫૮ કરોડ ટન ધઉંની ખરીદી કરવામાં આવી હતી. કેન્‍દ્ર સરકાર દ્વારા ધઉના સમર્થન મુલ્‍ય ૧૮૪૦ રૂપિયા રાખ્‍યા છે. પ્રતિ ક્‍વિન્‍ટલ ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જો કે આ વખતે કમોસમી વરસાદના કારણે હાલત કફોડી બની ગઇ છે. મંડીઓમાં ઓછી આવક થઇ રહી છે. કાપણીમાં વિલંબ આના માટે જવાબદાર છે. એફસીઆઇના લોકો ખરીદીને લઇને સક્રિય છે. 

 

રાજ્‍ય   ખરીદી

 

હરિયાણા       ૩૮.૬૮ લાખ ટન

મધ્‍યપ્રદેશ      ૧૮.૮૮ લાખ ટન

રાજસ્‍થાન       ૨.૨૨ લાખ ટન

ધઉંની ખરીદી કરાઇ....

નવી દિલ્‍હી,: વર્તમાન રબિ સિઝનમાં લધુત્તમ સમર્થન મુલ્‍ય (એમએસપી) પર ધઉંની સરકારી ખરીદી ૬૨.૮૦ ટકા ધટીને ૭૦.૧૦ લાખ ટન થઇ છે. આના માટે જે કારણ રહેલા છે તેમાં કમોસમી વરસાદને પણ કારણ તરીકે ગણવામાં આવે છે. કાપણીમાં વિલંબ થવાના કારણે મંડીઓમાં આવક સુસ્‍ત રહી છે.  જુદા જુદા રાજ્‍યો પાસેથી ધઉની ખરીદી કરવામાં આવ્‍યા બાદ તમામ રાજ્‍યોના આંકડા હજુ સુધી મળી શક્‍યા નથી. છેલ્લી રબિ સિઝનની સમાન અવધિમાં ૧૮૮.૪૯ લાખ ટન ધઉની સરકારી ખરીદી કરવામાં આવી હતી. ક્‍યા રાજ્‍ય પાસેથી હજુ સુધી કેટલી ખરીદી કરવામાં આવી તેના પર ધ્‍યાન આપવામાં આવે તો કેટલાક રાજ્‍યોની યાદી નીચે મુજબ છે.

(5:08 pm IST)