મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

પ્રજ્ઞાએ દિગ્વિજયસિંહને આંતકી બતાવતા પંચે રિપોર્ટ માંગ્યો

ભોપાલ,તા.૨૬ : શહીદ હેમંત કરકરેને લઇ વિવાદાસ્પદ નિવેદન બાદ ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ  કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહને લઇ વિવાદિત નિવેદન આપ્યું છે સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજયસિંહને આતંકવાદી બતાવ્યા છે. આ અંગેનો વિવાદ થતાં ચુંટણી પંચે રિપોર્ટ માંગ્યો છે.

પ્રજ્ઞાએ સીહોરમાં ચુંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ધાટન કરી રહી હતી તો તેમણે કહ્યું કે દિગ્વિજયસિંહને ફેકટરીઓ  બંધ કરાવી દીધી લોકોને બેરોજગાર બનાવી દીધા અને પોતાનો વેપાર વધારી દીધો

રાજયમાં ૧૬ વર્ષ પહેલા ઉમા દીદીએ તેમને હરાવ્યા હતાં અને તે ૧૬ વર્ષથી મોં ઉઠાવી શકયા નહીં અને રાજનીતિ કરી લેતા તેનો પ્રયાસ કરી શકયા નહીં આજે ફરીથી માથુ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તો બીજી સન્યાસી સામે આવી છે જે તેમના કર્મોનું પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રજ્ઞાએ કહ્યું કે એકવાર ફરી એવા આતંકીનું  સમાપન કરવા માટે સંન્યાસીને ઉભા થવું પડયુ પ્રજ્ઞા અહીં જ અટકયા નહીં શ્યામપુરમાં સભામાં બોલ્યા કે કોંગ્રેસ સાધુ સંતો પર ભગવા આતંકવાદનો આરોપ લગાવી જેવ મોકલે છે. આ અંગે વિવિદ થતાં ચુંટણી પંચે આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે.મુખ્ય ચુંટણી અધિકારી વી એલ કાંતારાવે જણાવ્યું હતું કે સીહોર જીલ્લા પ્રશાસનથી નિવેદનના સંદર્ભમાં રિપોર્ટ માંગ્યો  છે.એ યાદ રહે કે ભોપાલ સંસદીય વિસ્તારમાંથી કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહને ઉમેદવાર બનાવ્ય છે  દરમિયાન દિગ્વિજયસિહે કહ્યું હતું કે કોંગ્રેસે કયારેય આતંકવાદથી સમજૂતિ કરી નથી.

(5:00 pm IST)