મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

ભાજપને હરાવવા સપા-બસપાની ''રેલી''ઓ ઉપર ''રેલી'' ડિમ્પલ અખિલેશ યાદવ માયાવતીને પગે લાગ્યા..!!

ફોઇએ આશિર્વાદ આપ્યાઃ યુપીના બે સૌથી મોટા રાજકીય દુશ્મનો એક મંચ ઉપર

કન્નોજ, તા.૨૬: ઉત્ત્।રપ્રદેશમાં સૌથી મોટા બે રાજકીય દુશ્મનો ૨૪ વર્ષ બાદ એક મંચ પર આવ્યા છે અને બન્ને વચ્ચે સૌહાર્દ અને શાંતિની સંબંધો વિકસી રહ્યાં છે સપા અને બસપા યુપીમાં એક પછી એક રેલીઓ કરી રહ્યાં છે. બન્ને પક્ષો બીજેપીને હરાવવા માટે એક થયા છે. ત્યારે એક એવી દ્યટના કેમેરામાં કેદ થઇ છે જે રાજનીતિની દ્રષ્ટિએ ઐતિહાસિક છે. સપા નેતા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ માયાવતીના પગે લાગી છે.

કનોજમાં એક ચૂંટણી સભા દરમિયાન અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મંચ પર આવી,ને બસપા સુપ્રીમો માયાવતીના પગે લાગી હતી. માયાવતીએ પણ ડિમ્પલ યાદવને આશિર્વાદ આપ્યા હતા. આ સમગ્ર દ્યટના કેમેરામાં કેદ થઇ ગઇ અને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન અખિલેશ યાદવ પણ મંચ પર હાજર હતાં.

(5:01 pm IST)