મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

૧ વર્ષમાં મોદીની સંપત્તિમાં ફકત ૨૨ લાખનો વધારોઃ પીએમ પાસે રોકડા રૂપિયા ૩૮૭૫૦ છેઃ ૧૫ વર્ષ મુખ્યમંત્રી રહ્યા અને પાંચ વર્ષ પીએમ રહ્યા છતાં તેમની સ્થાવર અને જંગમ મિલ્કતમાં માત્ર ૨ કરોડનો વધારો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સંપત્તિના મામલામાં કરોડોપતિ છેઃ જો કે ૧૫ વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહેતા અને પાંચ વર્ષ દેશના પીએમ રહેવા છતાં પણ તેમની સ્થાવર અને જંગમ મિલ્કતમાં ફકત ૨ કરોડનો વધારો થયો છેઃ આજે વારાણસીથી ઉમેદવારી પત્ર દાખલ કરતી વેળાએ આપેલા સોગંદનામા અનુસાર છેલ્લા એક વર્ષમાં પીએમ મોદીની સંપત્તિમાં ફકત ૨૨,૮૫,૬૨૧નો વધારો થયો છેઃ આજે દાખલ કરેલા શપથપત્ર અનુસાર મોદીની કુલ સંપત્તિ ૨,૫૧,૩૬,૧૧૯ રૂપિયા છેઃ જો રોકડની વાત કરીએ તો તેમની પાસે માત્ર રૂ.૩૮,૭૫૦ રોકડા છેઃ સ્ટેટ બેન્ક ગાંધીનગરમાં તેમના ખાતામાં ૪૧૪૩ રૂપિયા છેઃ આ સિવાય ૧,૨૭,૮૧,૫૭૪ની ફિકસ ડિપોઝીટ છેઃ પીએમ મોદીએ સંપત્તિ અંગે ૩૧ માર્ચ ૨૦૧૮માં વિગતો આપી હતીઃ ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ તેમની સંપત્તિ ૧,૨૮,૫૦,૪૯૮ હતીઃ તો સ્થાવર મિલ્કત ૧ કરોડની નજીક હતી

(4:12 pm IST)