મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

૩૧૫૨ કરોડની અધધધ રોકડ-ડ્રગ્ઝ અને વાંધાજનક ચીજો ઝડપી

ડ્રગ્ઝ મામલે ગુજરાત ટોચ પરઃ પ૨૪ કરોડનું ડ્રગ્ઝ ઝડપાયુ

નવી દિલ્હી, તા.૨૬: આદર્શ આચારસંહિતા લાગૂ થયા બાદ તેના ઉલ્લંઘન મામલે ઈલેકશન કમિશનધારા કડક કાર્યવાહી કરાઈ રહી છે. ચૂંટણી આયોગે અત્યાર સુધીમાં ૩,૧૫૨ કરોડ રૂપિયાની સંદિગ્ધ કેશ, ગેરકાયદે દારૂ, ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત કર્યો છે.

ચૂંટણી આયોગ મુજબ, તેમણે આદર્શ આચાર સંહિતાનાં ઉલ્લંઘનના મામલામાં કાર્યવાહી કરી છે, જેમાં ૭૪૨ કરોડ રૂપિયાની તો ફકત કેશ કબ્જે કરી છે, તેના સાથે જ આયોગ દ્વારા જપ્ત કરાયેલી વસ્તુઓમાં ડ્રગ્સની કિંમત સૌથી વધારે છે. જેનું મૂલ્ય લગભગ ૧૧૮૦ કરોડ રૂપિયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી સમયે ઈલેકશન કમિશને જેટલા મૂલ્યોની સામગ્રી અને કેશ જપ્ત કરી હતી, તેનાં કરતા આ આંકડા ઘણા વધારે છે. ચ્ઘ્ દ્વારા આપેલી જાણકારી મુજબ ૨૪ એપ્રિલ સુધી કરાયેલા દરોડામાં ૭૪૨.૨૮ કરોડ રૂપિયાની કેશ, ૧૧૮૦.૭૯ કરોડ રૂપિયાના ડ્રગ્સ, ૨૩૮.૮૭૮ કરોડ રૂપિયાનો દારૂ, ૯૪૨.૯૫૩ કરોડ રૂપિયાની મોંદ્યી ધાતુઓ અને ૪૭.૬૩૭ કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

ઇલેકશન કમિશન મુજબ ફકત ગુજરાતમાં જ ૫૨૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. અને કુલ ૧૧૮૦.૭૯૫ કરોડ રૂપિયા સાથે તે સૌથી આગળ છે. જયારે તામિલનાડુમાં સૌથી ઓછી ૨૧૪.૯૫ કરોડ રૂપિયાની કેશ કબ્જે કરાઈ છે. કુલ જપ્તીને મામલે તે દક્ષિણ ભારતીય રાજયમાં સૌથી આગળ છે. અહીંથી કુલ ૯૩૫.૭૪ કરોડ રૂપિયાની જપ્તી કરાઈ છે.

(3:40 pm IST)