મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

લોન લઇ છેતરપીંડી કરવા બદલ સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે એક વ્યકિતને આજીવન કરાવાસની સજા ફટકારી

મુંબઇ તા ૨૬ : સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે ૨૦૦૮ માં આંન્ધ્ર  બેન્ક પાસેથી છેતરામણીથી ૨.૮૦ કરોડ કરતા વધુ રકમની લોન મેળવવાના ગુનાસર ૩૮ વર્ષના રાજેન્દ્ર પાટીલને આજીવન કારાવાસની સજા અને ૩.૧૩ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મુંબઇની નજીકના થાણે વિસ્તારમાંની બેન્કની ગોડબંદર રોડ બ્રાન્ચના ભૂતપૂર્વ મેનેજર બાંંદલામુંડી મહિપાલને ૧૦ વર્ષની કેદની સજા અને ૩.૪૦ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.આરોપી પાટીલે ૧૫ લકઝરી કાર ખરીદ કરી ભાડેફેરવવા માટે આંધ્ર બેન્કની ગોબંદર રોડ બ્રાન્ચ પાસેથી લોન મેળવી હતી, પરંતુ પાટીલે સબમિાટ કરેલા દસ્તાવેજો બનાવટી હતા તેમજ તેણે વાસ્તવમાં એક પણ કાર ખરીદ કરી નહોતી. આ ઉપરાંત થાણેમાં ફલેટની ખરીદી માટે આંધ્ર બેન્ક ઉપરાંત અભ્યુદય કો-ઓપરેટિવ બેન્ક પાસેથી પણ લોન મેળવી હતી. જોકે ફલેટની માલીકીના પાટીલે સબમીટ કરેલા દસ્તાવેજો પણ બનાવટી હતા. પાટીલ વિરૂધ્ધ આ જ કોર્ટમાં વધુ બે છેતરપીંડીના કેસ પેન્ડીંગ છે.

(5:05 pm IST)