મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

રાહુલ ગાંધીના પ્લેનના એન્જીનમાં ખામી :પટના જતા અધ્ધવચ્ચેથી જ દિલ્હી પાછા ફરવું પડ્યું

રાહુલ ગાંધીએ ટ્વિટ સાથે 21 મિનિટનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્લેનના એન્જીનમાં ખામી સર્જાતા રાહુલ ગાંધીએ અધવચ્ચેથી જ દિલ્હી પરત ફરવું પડ્યું છે. આ અંગે રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. રાહુલ ગાંધી નવી દિલ્હીથી બિહારના પટના ખાતે ચૂંટણી રેલીને સંબોધવા માટે જઈ રહ્યા હતા.

 રાહુલ ગાંધીએ ટ્વિટ સાથે 21 મિનિટનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ સવાર છે તે નાના વિમાનને તેના પાયલટ્સ કંટ્રોલ કરી રહ્યા છે.
   રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યં કે, "પટના જઈ રહેલી અમારી ફ્લાઇટના એન્જીનમાં સમસ્યા આવી છે. અમારે દિલ્હી પરત ફરવાની ફરજ પડી રહી છે. બિહારના સમસ્તીપુર, ઓડિશાના બાલાસોર અને મહારાષ્ટ્રના સંગમનેર ખાતેની આજની બેઠક મોડી થશે. અસુવિધા માટે હું માફી માંગું છું.

(1:44 pm IST)