મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

પીએમ મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનાર IAS અધિકારીના સસ્પેન્શન પર રોક : ત્રણ જૂને સુનાવણી

આઈએએસ મોહમ્મદ મોહસિન સંબલપુરમાં જનરલ ઓબઝર્વર તરીકે નિયુક્ત હતા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના હેલીકોપ્ટરની તપાસ કરનાર આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિનના સસ્પેન્શન પર સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે રોક લગાવી દીધી છે. ગત સપ્તાહમાં ઓડિશાના સંબલરપુરમાં રેલી માટે પહોંચેલા પીએમ મોદીના હેલિકોપ્ટરની તપાસ કરવા બદલ મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે આગામી સુનાવણી ત્રણ જૂને થશે.

 

   ચૂંટણીપંચે એસપીજી સુરક્ષા પ્રાપ્ત લોકો માટે તેમના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા. કર્ણાટકના 1996ની બેચના આઈએએસ મોહમ્મદ મોહસિન સંબલપુરમાં જનરલ ઓબઝર્વર તરીકે નિયુક્ત હતા. ત્યારે તેમણે પીએમ મોદીના કાફલાની તપાસ કરી હતી.

 આ મામલે પીએમઓએ ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી. જેના બાદ ચૂંટણીપંચે નિર્દેશોના ઉલ્લંઘનના આરોપમાં મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કરી દીધા હતા

(1:32 pm IST)