મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

સાધ્વી પ્રજ્ઞાનો પ્રચાર નહિ કરવા ફાતિમા સીદીકીની જાહેરાત : કરકરે પરિવાર અને મુસ્લિમ સમુદાયની માફી માંગવા માંગણી

શિવરાજસિંહ ચૌહાણ ધર્મનિરપેક્ષ સંસ્કૃતિના મોટા સમર્થક :અમારા સમુદાયને તેમના માટે ઘણો આદર

ભોપાલ :મધ્ય પ્રદેશના ભોપાલ સંસદીય વિસ્તારમાં બીજેપીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર તેમની જ પાર્ટીની નેતાએ પોતાનો ગુસ્સો ઉતાર્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં  રાજ્યની એકમાત્ર મુસ્લીમ ઉમેદવાર રહેલી ફાતિમા રસૂલ સીદકીએ સાધ્વી પ્રજ્ઞા ઉપર મુસલમાનો અને મુંબઈ હુંમલામાં શહિદ હેંમંત કરકરે પર તેમની ટીપ્પણી સામે નારાજગી બતાવતા તેમના માટે ચૂંટણીમાં પ્રચાર નહી કરવાની જાહેરાત કરી છે

  ફાતિમાએ કહ્યું- હું તેમના(સાધ્વી પ્રજ્ઞા) માટે ચૂંટણી પ્રચાર નહી કરુ, કેમ કે તેમણે ધર્મ યુદ્ધ કરવા જેવા નિવેદનો કર્યા છે. 26/11ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા કરકરે વિશે આપેલું તેમનું નિવેદન પણ મને અત્યંત દુઃખી કરી ગયું. તેમણે વધુંમાં કહ્યું, ધર્મયુદ્ધ અને કરકરેની વિરૂદ્ધ પ્રજ્ઞાનું નિવેદન મારા સમુદાયમાં પણ સારૂ નથી રહ્યું. ફાતિમાએ સાધ્વી પ્રજ્ઞાને કરકરે પરિવાર અને મુસલમાનોની માફી માગવા કહ્યું છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, ‘મોદી તુજસે બૈર નહી, સાધ્વી તેરી ખૈર નહી’,

   ફાતિમાએ કહ્યું- તેમના નિવેદનથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહની છબી ખરાબ થઈ છે. જેમના મુસલમાનો સાથે સારા સંપર્કો છે. ફાતિમાએ વધુમાં કહ્યું. શિવરાજસિંહ ચૌહાણ ધર્મનિરપેક્ષ સંસ્કૃતિના એક મોટા સમર્થક છે. અમારા સમુદાયના લોકોમાં શિવરાજસિંહ માટે ઘણો આદર છે. તેમને પુછવામાં આવ્યું કે, શું તમે તમારા પિતાની પાર્ટી કોંગ્રસમાં જોડાશો તો તેમણે ઇન્કાર કર્યો હતો

(12:01 pm IST)