મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચે ફટકારી ત્રીજી નોટિસ : દિગ્વિજય સિંહને ગણાવ્યા આતંકી:ઈસીએ માંગ્યો જવાબ

સાધ્વીએ કહ્યું હતું એક આતંકીને ખતમ કરવા માટે ચૂંટણીમાં આવવું પડ્યું

નવી દિલ્હીઃ ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચે વધુ એક નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ત્રીજી નોટિસ એ નિવેદન પર મોકલી છે, જેમાં તેમણે કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહને આતંકી ગણાવ્યો હતો. ગુરુવારે પ્રજ્ઞા ઠાકુરે એક સભામાં દિગ્વિજય સિંહ માટે કહ્યું કે તેણે એક આતંકીને ખતમ કરવા માટે ચૂંટણીમાં આવવું પડ્યું છે.

 પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસે વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે. માલેગાંવ બ્લાસ્ટ મામલામાં આોપી પ્રજ્ઞા ઠાકુને જ્યારથી ભાજપે ટિકિટ આપી છે, તે સમયથી જ તેને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપે દિગ્વિજય સિંહ વિરુદ્ધ સાધ્વી પ્રજ્ઞાને મેદાનમાં ઉતારી તો વિપક્ષી દળોએ ભાજપ પર હુમલા તેજ કરી દીધા હતા.

(11:53 am IST)