મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

છેલ્લાં દસ વરસમાં મોટા ભાગના આઇપીઓમાં નેગેટિવ વળત ૧૬૪માંથી ૧૦૦ આઇપીઓમાં લાંબા ગાળે નિરાશા

ઘણા ખરા આઇપીઓમાં વેલ્યુએશન ઊંચા મુકાયાં હોવાથી ઇન્વેસ્ટરોને ભાગે ખાસ વળતર રહેતું નથી

મુંબઇ, તા.૨૬: વીતેલાં દસ વરસમાં શેરબજારમાં ભલે તેજી રહી હોય કે પછી સ્ટોક ઇન્ડેકસે નવા વિક્રમ હાંસલ કર્યા હોય, પરંતુ આઇપીઓ (ઇનિશ્યલ પબ્લિક ઓફરિંગ)ના બજારમાં નિરાશાજનક ચિત્ર જોવાયું છે. ૨૦૦૮થી ૨૦૧૮ના સમયગાળામાં આવેલા ૧૬૪ આઇપીઓમાંથી ૧૦૦ આઇપીઓમાં દસ વરસમાં વળતર નેગેટિવ થયું છે, જયારે ૪૪ આઇપીઓમાં પોઝિટિવ વળતર અને તે પણ ડબલ ડિજિટમાં જોવાયુ છે.

ઘણા ખરા આઇપીઓમાં વેલ્યુએશન ઊંચા મુકાયાં હોવાથી ઇન્વેસ્ટરોને ભાગે ખાસ વળતર રહેતું નથી. શરૂમાં મોટા ભાગના આઇપીઓમાં પોઝિટિવ વળતર જોવાય છે, પણ પછીથી લાંબા ગાળામાં તેમાં ટ્રેન્ડ બદલાવા લાગે છે તેમ જ વળતર પણ નકારાત્મક થઇ થાય છે.

કેટલીયે કંપનીઓ પ્રી-આઇપીઓ પોતાનું ભાવિ ચિત્ર ઉજજવળ દર્શાવે છે, જે ત્યારબાદ કામગીરી બજાવતી નથી યા બજાવી શકતી નથી. પરંતુ અગાઉ તેણે બતાવેલા ગુલાબી ચિત્ર અને મોટા વાયદાને લીધે રોકાણકારો તેના પ્રત્યે એ સમયે ખેંચાઇ જાય છે. એક અભ્યાસ મુજબ રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ મોટા ભાગે સંપત્તિવિનાશક સાબિત થઇ છે, જેમાં રોકાણકારોએ ભારે ખોટ ખાવાની નોબત આવી છે.

(4:57 pm IST)