મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

નકસલીઓએ મોડી રાતે બીજેપીના કાર્યાલયને બોમ્બથી ઉડાવ્યું

નકસલીઓએ મુકેલી ચિઠ્ઠીમાં ચુંટણી પ્રત્યે આક્રોશ વ્યકત કરવામાં આવ્યો : મોદીની તુલના દેડકા સાથે કરી

રાંચી તા. ૨૬ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ પહેલા જ ઝારખંડના પલામૂમાં નકસલીઓએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યલાયને બોમ્બથી ઉડાવી દીધું છે. નકસલીઓએ ભાજપ કાર્યાલય પાસે ફાયરિંગ પણ કર્યું હતું. ભાજપનું આ કાર્યાલય પોલીસ સ્ટેશનથી નજીક હતું. નકસલીઓએ ઘટનાસ્થળે એક ચિઠ્ઠી પણ મુકી હતી.જેમાં નકસલીઓએ જનતાને અપીલ કરી છે કે, ૧૭મી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરો. જનતાની ઘણી જનવાદી સત્તાને સ્થાપિત કરો, આ ઘટના પલામૂ જિલ્લાના હરિહરગંજ બજારની છે.ઙ્ગ

નકસલીઓએ મૂકેલી આ ચિઠ્ઠીમાં ચૂંટણી પ્રત્યે આક્રોશ વ્યકત કરવામાં આવ્યો છે. આ ચિઠ્ઠીમાં નકસલીઓએ વડાપ્રધાન મોદીની તુલના દેડકા સાથે કરી છે. ચિઠ્ઠીમાં દાવો કરવામાં આવ્યો છે કે ,જયારે ચૂંટણી આવે છે ત્યારે દરેક નેતાઓને જનતાના દુખ-દર્દ, ભૂખમરા , બેરોજગારી જેવા પ્રશ્નોનું ભાન થાય છે.ઙ્ગઙ્ગ

આ ચિઠ્ઠીમાં રાફેલ ડીલ કૌભાંડ, વિજય માલ્યા , નીરવ મોદી અને નોટબંદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજય અને કેન્દ્ર સરકાર પર પહાડો અને મૂળ રહેવાસીઓને સ્થાનંતરિત કરીને કુદરતી સંસાધનો તથા ખનીજ સંપત્ત્િ।ઓને કોર્પોરેટ ઘરોને સોંપી દેવાનો આરોપ પણ લગાવ્યો છે.ઙ્ગ

બિહારની નીતિશ સરકાર પર પણ આ ચિઠ્ઠી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મુઝફફર બાળગૃહનો પણ આ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસનો ઉલ્લેખ કરતા ચિઠ્ઠીમાં લખ્યું છે કે, સરકારે વનવાસિયો, આદિવાસિઓને જંગલી-પહાડી વિસ્તારોમાં વિસ્થાપિત કરીને કુદરતી તથા ખનીજ સંપત્તિઓને લૂંટવા માટે કોર્પોરેટરને સોંપી દીધા છે.ઙ્ગ

હરિહરગંજ વિસ્તાર નકસલ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. પલામૂમાં ચોથા તબક્કામાં ૨૯ એપ્રિલે મતદાન યોજાશે.૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના વિષ્ણુ દયાળ રામે આશરે ૨.૫૦ લાખથી વધારે મતોથી આરજેડીના ઉમેદવાર મનોજ કુમારને હરાવ્યા હતા, વિષ્ણુ દયાળ રામને ૪.૭૬ લાખ અને મનોજ કુમારને ૨.૧૨ લાખ વોટ મળ્યા હતા.ઙ્ગ(૨૧.૧૦)

(11:24 am IST)