મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

મુંબઇ : ખાનગી ટ્રાવેલ્સની લૂંટ : ભાડામાં બેવડા વધારાથી પ્રવાસીઓ પરેશાન

બોરીવલીથી ગુજરાતના સુરત, વડોદરા અને અમદાવાદ જવા માટે ખાનગી એસી બસના ભાડામાં ૪૦૦થી પપ૦ રૂપિયાનો વધારો

મુંબઇ તા. ૨૬ : ઉનાળાના વેકેશનમાં મોટા ભાગના લોકો પોતાના પરિવાર સાથે રજાની મજા માણવા બહારગામ જતાં હોય છે, ત્યારેમાં ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓ પાસેથી બમણા ભાડા વસૂલ કરવાની શરૂઆત થઇ ચૂકી હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રવાસીઓ ખાસ કરીને રાતના પ્રવાસ કરવાનું પસંદ કરતાં હોય છે ત્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીએ કોંકણ સહિત શિરડી, મહાબળેશ્રર, અને કોલ્હાપુર માર્ગ પર દોડતી સ્લીપર બસના ભાડામાં બમણો વધારો કરવાથી સામાન્ય વર્ગના પ્રવાસીઓના ખિસ્સા ઢીલા થઇ રહ્યા છે, જેને કારણે મોટા ભાગના પ્રવાસીઓએ આ મુદ્દે નારાજગી વ્યકત કરી હતી.

બોરીવલીથી ગુજરાતના સુરત, વડોદરા અને અમદાવાદ જવા માટે ખાનગી એસી બસના ભાડામાં ૪૦૦થી પપ૦ રૂપિયાનો વધારો થયો હતો. કોંકણમાં ખાસ કરીને સિંધુદુર્ગ, રત્નાગિરિ અને ચિપલુણ જનારી એસી બસના ભાડામાં રૂ. ૮૦૦થી ૧,૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાથી પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

(4:58 pm IST)