મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

૫ વર્ષમાં કોઇ પણ મંદિર પર આતંકવાદીઓની મલિન નજર પડી નથી : મોદી

બનારસના ફક્કડપણના કારણે જ આ ફકીર રમી ગયો છે : વડાપ્રધાન મોદીના અનુસાર હું દેશહિત ઉપરાંત કોઇ પણ અન્ય વ્યકિતનું હિત નહી વિચારૂ

વારાણસી તા. ૨૬ : મેગા રોડ શો અને ગંગાજીની આરતી બાદ વડાપ્રધાને એખ સભાને પણ સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, પાંચ વર્ષ પહેલા જયારે હું કાશી આવ્યો હતો તો મે કહ્યું હતું કે, માં ગંગાએ મને બોલાવ્યા છે. અમને એક સાંસદ તરીકે કાશીના જ્ઞાન સાથે જોડાવા અને તેને આગળ વધારવાની તક મળી. હું તેના માટે બાબા વિશ્વનાથ અને માં ગંગાને પ્રતિપુર્ણ શ્રદ્ઘાભાવથી નમન કરૂ છું.

કાશીએ મને માત્ર એમપી નથી બનાવ્યા પરંતુ વડાપ્રધાન બનવાનો પણ આશિર્વાદ આપ્યો. મને ૧૩૦ કરોડ ભારતીયોનાં વિશ્વાને શકિત આપી. વડાપ્રધાને પોતાના સંસદીય ક્ષેત્રમાં મૈયાએ એવો દુલાર આપ્યો, કાશીનાં ભાઇઓ બહેનોએ એટલો પ્રેમ આપ્યો કે બનારસનાં ફક્કડપનમાં આ ફકીર પણ રમી ગયો. આ મારો સૌભાગ્ય છે કે કાશીમાં વેદ પરંપરાને જ્ઞાનનાં વિશ્લેષણ અને તાર્કિક અનુભવો સાથે જોડાઇ શકયો.

કાશીનો આ પ્રસાદ મને પોતાનાં સામાજિક અને રાજનીતિક જીવનને તાર્કિ બનાવવાની શકિત આપે છે. કાશીની ધાર્મિક આસ્થાથી મહાત્મા બુદ્ઘ, ગૌસ્વામી, તુલસીદાસ, સંત રવિદાસ, કબીરદાસ, રામાનંદ જેવા વિચારકોએ પ્રેરણા લીધી. સત્ય, ન્યાય, અહિંસા અને જ્ઞાનની આ પ્રેરણાએ પણ વૈશ્વિક સ્તર પર આ મુલ્યોની સાથે ઉભા થવાનું શકિત આપી છે.

આતંકવાદ મુદ્દે ગત્ત સરકાર પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં સંકટ મોચન મંદિર સહિત આપણા આસ્થાનાં કેન્દ્રો પર ૨૦૦૫થી ૨૦૧૪ સુધી સતત આકંદવાદી હુમલા થયા. અહીં આરતી કરી રહેલા નિર્દોષ ભકતોની કાયરતાપુર્ણ હત્યાઓને યાદ કરીને આજે પણ રૃંવાટા ઉભા થઇ જાય છે. તે સમયની સરકાર પર હુમલા બાદ મંત્રણા ઉપરાંત કંઇ જ નહોતા કરતા. ગત્ત  ૫ વર્ષમાં કોઇ મંદિર પર આતંકવાદી હુમલો નથી થયો.

આતંકવાદીઓએ જણાવી દીધું કે નવું ભારત સહેતું નથી, મુંહતોડ જવાબ આપે છે. માનવતાનો નકલી છોગ પહેરીને ફરનારા લોકો પર પણ લગામ કસી. અમે આતંકવાદીઓને જણાવી દીધું કે નવું ભારત સહેતું નથી, મુંહતોડ જવાબ મળે છે. વડાપ્રધાન મોદીનાં અનુસાર હું દેશહિત ઉપરાંત કોઇ પણ અન્ય વ્યકિતનું હિત નહી વિચારૃં.

(9:52 am IST)