મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

કિરણખેર એ ચંદીગઢથી ભર્યુ નામાંકનઃ હરિયાણા અને ઉતરાખંડના સીએમ રહ્યા હાજર

ચંદીગઢથી  હાલના સાંસદ અને બીજેપી ની ઉમેદવાર કિરણ ખેર એ  ગુરૂવારના નામાંકન દાખલ કર્યુ.  આ દરમ્યાન  એમની સાથે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ  ખટ્ટર, ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને પતિ અનુપમખેર હાજર રહેલા. ખેર એ આ પહેલા રોડ શો પણ કર્યો અને કહ્યું કે  આ વખતે એમની જીત ગયા વખતની જીત કરતા મોટી હશે.

(8:41 am IST)