મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

ચીન-પાકિસ્તાન બોર્ડર પર ભારત બનાવશે સુરંગ :બે લાખ કિલો દારૂગોળો રહેશે સ્ટોર

દરેક પ્રકારના હુમલામાં સુરક્ષીત હશે:ત્રણ વર્ષમાં તૈયાર કરાશે

નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાન બોર્ડર પર ભારત સુરંગ બનાવશે સરહદે પહાડોની અંદર દારૂગોળા દ્વારા રાખવા માટે સુરંગ બનાવાશે દરેક સુરંગમાં 2 લાખ કિલો દારુગોળાનો સ્ટોક હશે. આ 4 સુરંગમાં 2 વર્ષમાં બનીને તૈયાર હશે. આ સુરંગમાં સૌથી મોટી ખાસીયત એ હશે કે દરેક હુમલામાં સુરક્ષીત હશે. 

 

  NHPC અને ARMYની વચ્ચે આ સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સમજુતી અનુસાર 2 વર્ષમાં 15 કરોડના ખર્ચથી 4 સુરંગ બનાવવામાં આવશે. દરેક સુરંગમાં 200 મીટ્રિક ટન એટલે કે 2 લાખ કિલો દારૂગોળો રાખવામાં આવી શકાશે.

પહેલા પણ આ પ્રકારની સુરંગ બનાવવાનાં પ્રયાસો થઇ ચુક્યા છે.3 સુરંગ ચીન સીમા અને એક પાકિસ્તાની સીમા પર બનાવવામાં આવશે. સેનાએ પહેલા એવી સુરંગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે સફળ નહોતા થયા. હવે સેના તેના માટે NHPCની મહારતનો ઉફયોગ કરવા ઇચ્છે છે. NHPCએ પહાડોમાં અનેક પાવર પ્રોજેક્ટ બનાવવામાં સુરંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

સેનાને સૌથી વધારે ખતરો દારૂગોળાના ભંડારો પર હુમલો થાય છે. યુદ્ધનાં સમયે દુશ્મનનાં સૌથી પહેલા હુમલાનું નિશાન હોય છે. આ સુરંગમાં રખાયેલી લાખો કિલો દારૂગોળો ન તો જમીન હુમલામાં નષ્ટ કરી શકાય છે અને ન તો હવાઇ હુમલા થકી. આ પાયલોટ પ્રોજેક્ટ બાદ આ પ્રકારની અન્ય સુરંગો પણ બનાવવા માટેનું આયોજન છે.

(12:00 am IST)