મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

બ્રિટનમાં સૌથી નાની ઉંમરના એકાઉન્ટન્ટનો વિક્રમ ભારતીય મૂળના 15 વર્ષીય સ્ટુડન્ટ રણવીરસિંહ સંધુના નામે : 25 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની જવાનું લક્ષ્યાંક

લંડન :  બ્રિટનમાં સૌથી નાની ઉંમરના એકાઉન્ટન્ટનો વિક્રમ ભારતીય મૂળના 15 વર્ષીય સ્ટુડન્ટ રણવીરસિંહ સંધુના નામે અંકે થયો છે.જે  25 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની જવાના  લક્ષ્યાંક સાથે કાર્યરત છે.તેણે  સ્કૂલના અભ્યાસ દરમિયાન જ પોતાની એકાઉન્ટન્સી કંપની શરૂ કરી દીધી છે.તે 12 વર્ષની ઉંમરથી જ આ વ્યવસાયમાં જોડાઈ ગયો હતો.એક કલાકની સેવાના 12 થી 15 પાઉન્ડ લેતો સંધુ પોતાનો વ્યવસાય કૂદકે ને ભૂસકે આગળ વધારવા તત્પર છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)