News of Friday, 26th April 2019
દુબઈમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારની 9 વર્ષની બાળકીને 10 લાખ ડોલરનો જેકપોટ : આ અગાઉ 6 વર્ષ પહેલા આ બાળકીના નામે લીધેલી લોટરીથી લક્ઝરી કાર ઇનામમાં મળી હતી
દુબઇ : દુબઈમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારની 9 વર્ષની બાળકીને 10 લાખ ડોલરનો જેકપોટ લાગ્યો હોવાનું સ્થાનિક સમાચાર પત્ર ખલીઝા ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે.એટલુંજ નહીં આ અગાઉ 6 વર્ષ પહેલા આ બાળકીના નામે લીધેલી લોટરીથી લક્ઝરી કાર ઇનામમાં મળી હતી
એલિજા એમ નામક આ બાળકી એ ગ્રેડ સ્કૂલની સ્ટુડન્ટ છે.તેના નામે ખરીદવામાં આવેલી લોટરીનો નંબર 0333 હતો કારણકે બાળકીના પિતા એવું મને છે કે તેઓને 9 નંબર સાથે લેણું છે.
(12:51 pm IST)