મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કોરોના સામે લડત :10 લાખનું વેન્ટીલેટર માત્ર 7500માં બજારમાં ઉતારશે મહિન્દ્રા એન્ડ મહિંન્દ્રા

ગ્રૂપ ચેરમેન આનંદ મહિન્દ્રા એક ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી

નવી દિલ્હી : કોરોના વાયરસ સામે સૌથી વધારે જરુરિયાત વેન્ટીલેટર્સની બની છે ત્યારે ઘણા દેશો વેન્ટીલેટર્સની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે મહિન્દ્રા એન્ડ મહિંન્દ્રા ગ્રૂપે જાહેરાત કરી છે કે તે ફક્ત 7500 રુપિયામાં વેન્ટીલેટર્સ બજારમાં ઉતારશે સામાન્ય રીતે વેન્ટીલેટર્સની કિંમત 10 લાખ રુપિયા સુધીની હોય છે. કંપનીએ કહ્યું છે કે તેમની પાસે બેગ વોલ્વ માસ્ક વેન્ટીલેટર્સના ઓટોમોટેડ વર્ઝનનું પ્રોટોટાઇપ છે. કંપનીને આશા છે કે 3 દિવસની અંદર તે તેનો પ્રોટોટાઇપ તૈયાર કરી લેશે.
ગ્રૂપ ચેરમેન આનંદ મહિન્દ્રા એક ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અમે એક ICU વેન્ટીલેટર્સ નિર્માતા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ એક જટીલ મશીન છે. જેની કિંમત લગભગ 5 થી 10 લાખ રુપિયા હોય છે. આ ડિવાઈસ એક અંતરિમ લાઇફસેવર છે અને અમારી ટીમે અંદાજ લગાવ્યો છે કે તેની કિંમત 7500 રુપિયાથી ઓછી હશે.

(8:14 pm IST)