મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

બધા ઇએમઆઈ પર બ્રેક માટે સોનિયા ગાંધીની જોરદાર માંગ

વડાપ્રધાન મોદીને પત્ર લખી લોકડાઉનનું સમર્થન : રાહુલ ગાંધી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના પગલાથી પ્રભાવિત : સરકારે યોગ્ય દિશામાં પગલા લીધા હોવાની રાહુલ ગાંધી દ્વારા કબૂલાત

નવી દિલ્હી, તા.૨૬   : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ બાદ હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ પીએમ નરેન્દ્ર મોદી ઉપર પ્રભાવિત દેખાઈ રહ્યા છે. નાણાંકીય સહાયતા પેકેજ ઉપર વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પ્રથમ વખત સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, સરકાર તરફથી નાણાંકીય સહાયતા પેકેજ યોગ્ય દિશામાં પ્રથમ પગલું છે. ભારત ઉપર ખેડૂતો, મજુરો, શ્રમિકો, મહિલાઓ અને વરિષ્ઠ લોકોનું કર્જ રહેલું છે. લોકડાઉનમાં પરેશાનીનો સામનો કરી રહેલા તમામ લોકોને રાહત મળે તે રૂરી છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળામાં દેશના ગરીબ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાતનું સ્વાગત કરતા રાહુલે કહ્યું છે કે, સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

         ભારતના ખેડૂતોને અને સામાન્ય લોકોને આનાથી રાહત થશે. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ પેકેજથી સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતે પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં કોરોના વાયરસનો સામનો કરવાના પ્રયાસ હેઠળ રૂરી તબીબી સાધનોની ખરીદી માટે ત્યાંના જિલ્લા કલેક્ટરને પોતાના સાંસદ નિધિમાંથી .૬૬ કરોડ રૂપિયા જારી કર્યા છે. રાહુલે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અંગેની માહિતી આપી છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંદીએ કોરોના વાયરસને લઇને દેશભરમાં જારી લોકડાઉનના સમર્થનમાં મોદીને પત્ર લખ્યો છે. સાથે સાથે વડાપ્રધાન સમક્ષ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની સુરક્ષા માટે પગલા લેવાની પણ અપીલ કરી છે.

        સોનિયા ગાંધીએ ઉદ્યોગ જગત માટે રાહત પેકેજ અને સામાન્ય લોકો માટે રાહતની અપીલ પણ કરી છે. કેન્દ્ર સરકાર તમામ ઇએમઆઈ ઉપર મહિના માટે રોક લગાવે તે રૂરી છે. ગાળા દરમિયાન વ્યાજ પણ બેંકો દ્વારા માફ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીઓના પગારથી કપાનાર લોનને પણ મહિના માટે રોકવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકાર સેક્ટરવાઇઝ પેકેજની જાહેરાત કરી શકે છે. સોનિયા ગાંધીએ અન્ય કેટલાક પ્રજાલક્ષી મુદ્દાઓની વાત કરી છે. સોનિયા ગાંધી દ્વારા લોકડાઉનના નિર્ણય પ્રશંસા કરવામાં આવી છે.

સોનિયા ગાંધીની માંગ

નવીદિલ્હી, તા. ૨૬ : સોનિયા ગાંધીએ પત્ર લખીને વડાપ્રધાન સમક્ષ શ્રેણીબદ્દ રજૂઆત કરી છે. સાથે સાથે કેટલાક પગલા લેવાની ભલામણ પણ કરી છે. લોકડાઉનનું સમર્થન પણ કર્યું છે. સોનિયા ગાંધીએ પત્ર લખીને જે માંગણી કરી છે તે નીચે મુજબ છે.

*          તબીબો અને પેરામેડિકલ સ્ટાફની સુરક્ષા માટે પગલા લેવા માટે અપીલ

*          ઉદ્યોગની સાથે સાથે સામાન્ય લોકોને વધુ રાહતની માંગ

*          સપ્લાય ચેઇનને વધુ મજબૂત કરવાની માંગ

*          તમામ ઇએમઆઈ પર મહિના માટે બ્રેક મુકવાની માંગ

*          વ્યાજ ઉપર પણ બેંકો દ્વારા માફ કરવાનું સૂચન કરાયું

*          કારોબારીઓને વધુ રાહતની રૂ છે

(7:59 pm IST)