મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કોરોના માખીઓથી ફેલાતો નથી : લવ અગ્રવાલની સ્પષ્ટતા

એક સાથે મળીને કોરોનાનો સામનો કરવાની જરૂર : કોરોના અપેક્ષાકૃત સ્થિરતાની તરફ અમે વધી રહ્યા છીએ દેશના ચિંતિત લોકોને સંયુક્ત સચિવ દ્વારા ખાતરી અપાઈ

નવી દિલ્હી, તા. ૨૬ : કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ પ્રયાસો છતાં દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આજે કહ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૨ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. અસરગ્રસ્ત ચાર લોકોના મોત પણ થયા છે. આનાથી મોતનો આંકડો ૧૪થી ઉપર પહોંચી ચુક્યો છે જ્યારે કુલ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. તમામ ઇન્ફેક્શનગ્રસ્ત લોકોની સારવાર પ્રોટોકોલ હેઠળ ચાલી રહી છે. દેશમાં કોરોના અસરગ્રસ્તથી હજુ સુધી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. લવ અગ્રવાલે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે, કોઇપણ સ્થિતિમાં સામાજિક અંતરના નિયમ પાળવામાં આવે તે રૂરી છે.

        સરકારની સાથે સાથે સમગ્ર દેશની જવાબદારી છે કે, એકમત થઇને કોરોના સામે લડવા માટે સહકાર આપવામાં આવે તે રૂરી છે. સરકારની સાથે સમગ્ર દેશની જવાબદારી છે કે, એક મત થઇને કોરોના સાથે લડવામાં સહકાર આપે છેલ્લા ૨૪ કલાકમાં આવેલા ઇન્ફેક્શનના નવા કેસના સંદર્ભમાં લવ અગ્રવાલે કહ્યું હતું કે, જે ગતિથી ઇન્ફેક્શનના કેસો વધ્યા છે તે ચિંતાજનક બાબત છે. અમે અપેક્ષાકૃત સ્થિરતાની તરફ વધી રહ્યા છે. જો કે તેમણે કહ્યું હતું કે, જો અમને આને ઘટાડીને શૂન્ય કરવનું છે તો અમને મળીને સામાજિક અંતરના નિયમોને પાળવા પડશે. દાખલા તરીકે તેમણે કહ્યું હતું કે, કેટલીક જગ્યા પર શાકમાર્કેટમાં પણ લાઈન ખેંચી દેવામાં આવી હતી જેની હદમાં ઉભા રહીને લોકો ખરીદદારી કરી રહ્યા છે. આમા સામાજિક અંતરના નિયમો રાખવામાં આવી રહ્યા છે.

         આવા ઉપાય જીવનના દરેક ક્ષેત્રમાં કરવાની રૂ છે. તેમણે કહ્યું હતં કે, દેશના ૧૭ રાજ્યોની હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર ચાલી રહી છે. ૨૫ નવી પ્રાઇવેટ લેબને પણ કોરોનાની તપાસ કરવા માટે મંજુરી આપી દેવામાં આવી છે. સેમ્પલ કલેક્શન માટે ૨૦૦૦૦થી વધારે સેન્ટર છે. દેશભરમાં તબીરોને તાલીમ આપવા માટે દિલ્હી એમ્સ તરફથી ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ઉપરાંત આશા વર્કરો, આંગણવાડી વર્કરોને પણ તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, સમયમાં સ્થિતિ નિયંત્રણમાં છે. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કહ્યું છે કે, માખીઓથી પણ કોરોના ફેલાય છે. આના ઉપર લવ અગ્રવાલે કહ્યું હતું કે, અમિતાભના ટ્વિટને તેઓ જોઇ શક્યા નથી પરંતુ એટલું કહી શકે છે કે, વાયરસ અસરગ્રસ્તના રોગ માખીઓથી ફેલાતા નથી. અમિતાભ બચ્ચને પોતાના વિડિયોમાં કહ્યું હતું કે, ઇન્ફેક્શન ગ્રસ્ત લોકોમાં અનેક દિવસ સુધી વાયરસ જીવિત રહે છે.

(7:57 pm IST)