મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

બેંકો પણ ઘણી બ્રાંચો હાલ બંધ રાખવા તૈયાર : રિપોર્ટ

લોકડાઉનના ગાળામાં બેંકો દ્વારા પણ વિચારણા : હવે મોટા શહેરોમાં દરેક પાંચ કિલોમીટર પૈકી એક બેંકને ખુલ્લી રાખવા માટે હિલચાલ : ટૂંક સમયમાં અંતિમ નિર્ણય

નવી દિલ્હી, તા. ૨૬ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય મોટી બેંકોએ દેશભરમાં તેમની મોટાભાગની બ્રાંચોને બંધ રાખવાની વિચારણા રૂ કરી દીધી છે. કોરોના વાયરસના પરિણામ સ્વરુપે અસરગ્રસ્ત થવાથી હજારો કર્મચારીઓને બચાવવાના હેતુસર હિલચાલ ચાલી રહી છે. ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા સુત્રોએ મુજબની વાત કરી છે. ભારતમાં હજુ પણ કેશ સોસાયટી અને બેંકોમાં માનનાર લોકો વધારે છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળામાંથી બેંકોને મુક્તિ આપવામાં આવી છે. સપ્તાહમાં ૨૧ દિવસના લોકડાઉનની રૂઆત થઇ હતી. બેંકોને રૂરી સેવા તરીકે ગણવામાં આવે છે જેથી બેંકોને રાહત આપવામાં આવી હતી પરંતુ હવે નવી યોજના હેઠળ મોટા શહેરોમાં દરેક પાંચ કિલોમીટરના અંતરે માત્ર એક બેંકને ખુલ્લી રાખવામાં આવશે.

          કઈ બેંકને ખુલ્લી રાખવામાં આવશે તે સંદર્ભમાં હજુ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. કોરોના વાયરસના કારણે દેશભરમાં ભારે હાહાકાર મચેલો છે ત્યારે મોટાભાગની બેંકોને વિચારવા માટે કહેવામાં આવ્યું છે. કેટલીક બેંકો વૈકલ્પિક દિવસો ઉપર પણ કામ કરી શકે છે. કેટલાક સુત્રોએ કહ્યું છે કે, ગરીબોને કલ્યાણની રકમ આપવા માટે સ્ટાફને ગોઠવવામાં આવશે. સામાન્ય માર્ગદર્શિકા છે કે, ગરીબ લોકોની મુશ્કેલીને દૂર કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં બેંક ઓપરેશનને ચાલુ રાખવાની રૂ છે. માહિતીગાર સુત્રોએ કહ્યું છે કે, બેંકો કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને પાળવા માટે ઇચ્છુક બનેલા છે. ટૂંક સમયમાં સંબંધમાં નિર્ણય કરવામાં આવી શકે છે. બેંકો દ્વારા હાલમાં સ્થિતિને હાથ ધરવા માટે શુ કરવું જોઇએ તેને લઇને એકબીજા સાથે વાત કરવામાં આવી રહી છે. રોકડ ઉપાડ માટે પણ ધસારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ધસારો વધશે. કારણ કે સરકાર તેમના ખાતામાં સીધા પૈસા જમા કરનાર છે.

(7:56 pm IST)