મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

લોનની ફેર ચુકવણી વિલંબથી સ્વિકારવા બેંકને મંજુરી મળશે

લોકો મુશ્કેલમાં છે ત્યારે રાહત આપવાની તૈયારી : ઇએમઆઈની ચુકવણીમાં લોકોને રાહત આપવા માંગણી

નવીદિલ્હી, તા. ૨૬ : ભારતીય રિઝર્વ બેંક બેંકોને પોતાના ગ્રાહકોને ઇએમઆઈની ચુકવણી કરવામાં રાહત આપવાની મંજુરી આપી શકે છે. સમગ્ર દેશમાં બુધવારથી ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનમાં રૂરી સેવાને છોડીને તમામ કામો બંધ થયેલા છે. ઔદ્યોગિક અને વેપારી ગતિવિધિ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. લોકોને પોતાના ઘરમાં રહેવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં બેંકોને પોતાની ઇએમઆઈ ચુકવવામાં સમસ્યા નડી શકે છે. આને ધ્યાનમાં લઇને આરબીઆઈ બેંકોને એવી મંજુરી આપી શકે છે કે તે પોતાના ગ્રાહકોને સમય ઉપર ઇએમઆઈની ચુકવણી કરવાની ફરજમાં રાહત આપે. એક બેંક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, માટે માંગ કરવામાં આવી રહી છે.

         આના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેટલીક વ્યવસ્થા પર ધ્યાન આપવાની રૂ છે. આના પર ચર્ચા ચાલી રહી છે. ઇએમઆઈમાં વિલંબનો મુદ્દો સરકારના ધ્યાનમાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામને ગઇકાલે મોટી રાહત આપીને વર્ષે જૂન સુધી કોઇપણ એટીએમમાંથી પૈસા ઉપાડવા પર લાગતા ચાર્જને દૂર કરવાની જાહેરાત કરી હતી. સાથે સાથે બેંક ખાતામાં લઘુત્તમ રકમ રાખવાના નિયમમાં પણ રાહત આપવાની જાહેરાત કરી હતી. ભારતની સાથે સાથે વિશ્વના દેશો લોકડાઉનની સ્થિતિમાં જતા રહ્યા હતા. વેપાર ખરાબરીતે અસરગ્રસ્ત છે. કેટલાક ઉદ્યોગ પ્રતિનિધિઓએ પહેલાથી સરકાર સમક્ષ લોનની ચુકવણી વિલંબથી કરવાની મંજુરી આપવાની માંગ કરી છે. વેપાર, ઘર, વાહનો, અંગત રૂરિયાતની ચીજો માટે લોન પણ લેવામાં આવે છે તો આવી સ્થિતિમાં આંશિક રાહત આપવા માટે કહેવામાં આવ્યું છે.

(7:55 pm IST)