મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

મુંબઈ :લોકડાઉનમાં ઘરમાંથી બહાર નીકળ્યો નાનોભાઈ: મોટાભાઈએ કરી હત્યા : ધરપકડ

ફરવા ગયા બાદ ઘેર પાછો ફરતા બોલાચાલી : આરોપીએ ધારદાર વસ્તુથી હુમલો કર્યો

મુંબઈ : કોવિડ-19ને રોકવા માટે મોદી સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.લોકડાઉન દરમિયાન ઘરથી બહાર નિકળવાના મામલે મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી હતી. મુંબઈના પશ્ચિમી ઉપનગરીય કાંદિવલીમાં પોતાના નાના ભાઈની કથિત રીતે હત્યા કરવાના આરોપમાં 28 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ જાણકારી આપી હતી
             સમતા નગર સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે રાજેશ લક્ષ્‍મી ઠાકુરે બુઘવારે રાત્રે લોકડાઉન વિશે સતત ચેતવણી છતા ઘરની બહાર નિકળવાના કારણે પોતાના નાના ભાઈ દુર્ગેશની હત્યા કરી દીધી છે. તેમણે જણાવ્યું કે મૃતક પૂણેમાં એક ખાનગી ફર્મમાં કામ કરતો હતો. જે કોરોના વાયરસના કારણે ઘરે પરત ફર્યો હતો.
 અધિકારીએ જણાવ્યું કે જ્યારે દુર્ગેશ બહાર ફરવા ગયા પછી ઘરે પાછો ફર્યો તો આરોપી અને તેની પત્નીએ તેના ઉપર નારાજગી વ્યક્ત કરી હતી અને પછી તેની સાથે જોરદાર રકઝક થઈ હતી. જેના કારણે આરોપીએ તેની ઉપર ધારદાર વસ્તુથી હુમલો કરી દીધો હતો. પીડિતને નજીકની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આરોપી સામે હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.

(7:05 pm IST)