મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

અંતે ચીનની કામગીરીને યુનોએ વધાવી લીધી

વિશ્વ આરોગ્ય સંસ્થા ચેરમેન ટેડ્રોસ અધાનોમ ધે બ્રેયેસસ ચીનની મદદથી ૨૦૧૭માં ચુંટણી જીત્યા હતા. હવે તે કોરોના વાયરસ બાબતે ચીનનો બચાવ કરી રહ્યા છે. ચીને વાયરસના ફેલાવા વખતે સાધેલ ચૂપકિદી અને ઢાંક પિછોડા છતાં તેમણે ચીને વાયરસ સામે કરેલ કાર્યવાહીની સરાહના કરતા કહ્યું કે તે અન્ય દેશો માટે ઉદાહરણ રૂપ હતી.ટેડ્રોસ વિશ્વ આરોગ્ય સંસ્થાના પહેલા એવા પ્રમુખ છે જે વ્યવસાયે ડોકટર નથી અને ઇથીયોપીયાના આરોગ્ય પ્રધાન પદે ત્રણ અલગ અલગ કોલેરાના પ્રસારને છુપાવવાનો તેમની સામે આરોપ પણ મુકાયો હતો.

(3:58 pm IST)