મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ગૂગલ પે, પેટીએમ અને BHIM યુઝર્સને ફોન પર આવેલા મેસેજ ફ્રોડ માટે હોઈ શકે

યુપીઆઈ ટ્રાન્ઝેકશનમાં ફંડ રિસીવ કરવા માટે પીનની જરૂર નથી હોતી : સોશ્યલ મીડિયા પર આવતા ફેક કોલ્સથી સતર્ક રહો

નવી દિલ્હીઃ UPI એટલે કે ડિજિટલ કેશલેસ પેમેન્ટના સૌથી પોપ્યૂલર મીડિમમમાંથી એક છે. આ પેમેન્ડ મોડમાં યૂઝર્સને એકાઉન્ટ નંબર જાણ્યા વગર ફાસ્ટ અને સરળતાથી પેમેન્ટ કરવાની સુવિધા મળે છે. યુપીઆઈએ કેશલેસ સિસ્ટમને વધુ સરળ બનાવ્યું છે. Google Pay, Phone Pe અને Paytm થી લઈને BHIM જેવા ડિજિટલ પ્લેટફોર્મ પણ UPI ટ્રાન્જેકશનની સુવિધા આપે છે. જોકે, UPI ટ્રાન્જેકશન વધુ પોપ્યૂલર અને સુવિધાજનક છે. એવામાં તેમની સિકયુરિટીનું મહત્વ વધી જાય છે

પ્લે સ્ટોર કે એપલ સ્ટોરથી કોઈ પણ અનવરિફાઇડ એપ ડાઉનલોડ ન કરો. કોઈ પણ એપ ડાઉનલોડ કરતાં પહેલા તેની વિગતો જોઈ લો. એપ ડાઉનલોડ કરતાં પહેલા તેનું નામ, રજિસ્ટર્ડ વેબસાઇટ અને ઈમેલ એડ્રેસની સાથે સાથે એપને ડેવલપ કરનારા ડેવલપરનું બેકગ્રાઉન્ડ પણ ચેક કરી લો.

આપને આ એપ્સ પર ટ્રાન્સફર રિકવેસ્ટ્સ આવી શકે છે, જે આપના નુકસાનનું કારણ બની શકે છે. કેટલાક શ્ભ્ત્ પ્લેટફોર્મ્સ પર ફંડ પે કરવા અને રિકવેસ્ટ કરવાનું ઓપ્શન હોય છે. એવામાં ફ્રોડસ્ટર્સની તરફથી આપની પાસે રિકવેસ્ટ આવી શકે છે અને સામેવાળા આપને PIN નંબર નાખીને આ રિકવેસ્ટ કરવા માટે કહી શકે છે.

એવામાં આપને જાણ હોવી જોઈએ કે UPI ટ્રાન્જેકશનમાં ફંડ રિસીવ કરવા માટે આપને PIN નાખવાની જરૂર નથી હોતી. તો કોઈ પણ અજાણ્યા નંબરથી ફંડ રિકવેસ્ટ આવતાં તેને તાત્કાલીક બ્લોક કરી સ્પેમમાં નાખો.

વોટ્સએપ કે પછી ફોનના ઇનબોકસમાં આવેલા મેસેજમાં આપવામાં આવેલી કોઈ પણ અજાણી લિંક પર કિલક ન કરો. આ લિંકસ પર કિલક કરવાથી આપના ફોનમાં કોઈ ફેક એપ ડાઉનલોડ થઈ શકે છે. જેની મદદથી ફ્રોડસ્ટર્સ નવું virtual payment address (VPA) એડ્રેસ ક્રિએટ કરીને આપનું PIN રિસેટ કરી શકે છે.

કોઈ પણ સમસ્યામાં ફસાતાં તમે સોશિયલ મીડિયા સંબંધિત ઓથોરિટી સાથે સંપર્ક કરી શકો છો, પરંતુ આપને ત્યાં ખૂબ સાવધાની રાખવી પડશે. ફરિયાદ હંમેશા વેરિફાઇડ એકાઉન્ટથી જ કરો. કયારેય આપના એકાઉન્ટ અને બાકીની વિગતો સોશિયલ મિીડયા પર શેર ન કરો. ત્યાં સુધી કે આપની ફરિયાદ દૂર કરવા માટે આપની પસે કસ્ટમર સપોર્ટથી કોઈ કોલ પણ આવે છે તો પણ ઘણું સંભાળીને વાત કરો. કયારેય કોઈ એકઝીકયૂટિવથી પોતાની કોઈ પણ વિગતો શેર ન કરો. સોશિયલ મીડિયા પર આપને અનેક ફેક હેલ્પલાઇન નંબર પણ મળી શકે છે, કોઈ પણ નંબર પર ફોન ન કરો. આપની બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલા નંબર ઉપર જ કોલ કરો.

(3:52 pm IST)