મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

સિંગાપુરમાં ૩ વર્ષની ભારતીય બાળકી પણ કોરોના પોઝિટિવ

સિંગાપુર, તા.૨૬: સિંગાપુરમાં દાખલ કરાયેલ કોવિડ-૧૯ ના ૭૩ નવા કેસમાં ૩ વર્ષીય એક ભારતીય બાળકી પણ શામેલ છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૬૦૦ની પાર થઈ ગઈ છે.

સિંગાપુરના સ્વાસ્થય મંત્રાલયએ જણાવ્યુ કે એ બુધવારને ૭૩ નવા કેસ સામે આવ્યા અને તેની સાથે જ દેશના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૬૩૧ થઈ ગઈ છે. દાખલ કરેલ નવા કેસમાંથી ૩ ૮ લોકો યૂરોપ, ઉ. અમેરિકા દેશ અને એશિયાના બીજા ભાગોથી યાત્રા કરીને પરત આવ્યા હતા જયારે બાકી લોકોના સંક્રમણ દેશમાં જ થયું.

(3:49 pm IST)