મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ડોકટરોના પ્રિસ્ક્રીપ્શન વગર 'હાઈડ્રોકસીકલોરોકવીન' નામની દવા ન લેવી

સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ

નવી દિલ્હી : દેશના સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રાવલે કહ્યું કે કોરોના વાયસના સંક્રમણ માલૂમ થાય તો હાઈડ્રોકસી કલોરોકવીન દવાઓ ન લેવા સલાહ આપવામાં આવી છે. હાઈડ્રોકસીકલોરોકવીન નામની આ દવા માત્ર એ જ હેલ્થ વર્કરોને આપવામાં આવશે જે કોરોનાના શંકાસ્પદ દર્દીઓને ડીલ કરવામાં આવે છે. કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ ગઈ હોય તેઓને આપવામાં આવશે. આ દવા લેવાથી સાઈડ ઈફેકટ્સ થઈ શકે છે. જે ડોકટર જ સમજી શકે છે. કોઈપણ જાતે જ મેડીકલ સ્ટોર્સમાં જઈ આ દવા ન ખરીદે ડોકટરોના પ્રિસ્ક્રીપ્શન સિવાય આ દવા ન આપવા મેડીકલ સ્ટોર્સના સંચાલકોને સુચના આપવામાં આવી હોવાનું જણાવાયુ છે.

(3:45 pm IST)